Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesવિષયઃ-ગુજરાતી
ધોરણઃ-૬
દ્વિતીય સત્ર
એકમ - ૧૦ આલા લીલા વાંસળીયા (કાવ્ય)
(૧) આ કાવ્યનો પ્રકાર જણાવો.
(અ) લોકગીત (બ) અભિનય ગીત (ક) રાસ (ડ) ગરબો
(૨) ઉત્તર દિશાએથી શું આવે છે ?
(અ) પવન (બ) મેહ (ક) ઘોડો (ડ) રેલગાડી
(૩) આ ગીતમાં કયા ભગવાનની વાત આવે છે ?
(અ) રામ (બ) શ્રી કૃષ્ણ (ક) સાંઇબાબા (ડ) ખુદા
(૪) શ્રી કૃષ્ણના પિતાનું નામ શું હતું ?
(અ) કંસ (બ) નંદ (ક) વંદન (ડ) નરસિંહ
(૫) આ ગીતમાં પાક માટે કયો શબ્દ વપરાયો છે ?
(અ) મોલ (બ) અણમોલ (ક) પાંદડા (ડ) ડાળીઓ
(૬) સાચી જોડણી લખો.
(અ) પ્રભૂ (બ) પરભુ (ક) પ્રભુ (ડ) પરભૂ
(૭) વાંસળી શેમાંથી બનાવવામાં આવે છે ?
(અ) વાલ (બ) સીસમ (ક) લીમડો (ડ) વાંસ
(૮) “આવ્યા આવ્યા ............દશના મેહ” ખાલી જગા પૂરો.
(અ) દક્ષીણ (બ) ઓતરા (ક) પૂર્વા (ડ) આથમણા
(૯) આંગળીએ............ને અંગૂઠીમાં હીરલા રે લોલ. ખાલી જગા પૂરો.
(અ) વીંટી (બ) હાર (ક) ઝાંઝર (ડ) અંગૂઠી
(૧૦) વાંસળી કઈ રીતે વાગે છે ?
(અ) ઘસાવાથી (બ) ફૂંક મારવાથી (ક) પછાડવાથી (ડ) બાળવાથી
(૧૧) આલું-શબ્દનો અર્થ જણાવો.
(અ) લીલું (બ) ભીનું (ક) સૂકું (ડ) પાકું
(૧૨) એની ઉતરાવું રે પ્રભુજીની ............રે લોલ. ખાલી જગા પૂરો.
(અ) અંગૂઠી (બ) પોતડી (ક) મઢૂલી (ડ) વાંસળી
ભરત એલ. ચૌહાણ (ઓ - કા ન્હા )
Page 1