Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1
GUVNL Logo
GUVNL Logo

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ

સરદાર પટેલ વિદ્યુતભવન, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૯

ફોન નં. ૦૨૬૫-૨૩૧૦૫૮૨-૮૬

CIN U40109GJ2004SGC045195

Surya Gujarat Logo
Surya Gujarat Logo

ઘરવપરાશના વીજગ્રાહકો માટેની "સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના
(સૂર્ય-ગુજરાત)" વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ અરજી નોંધણી કરવાની
સમય મર્યાદામાં વધારો

સરકારશ્રી દ્વારા ઘરવપરાશના વીજગ્રાહકો સૌર ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરે, જરૂર પૂરતી વીજળી વાપરી, વધારાની વીજળી વેચી, વીજ બીલમાં રાહત તેમજ વધારાની આવક મેળવે તેવા શુભ આશયથી, તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૯ થી સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (સૂર્ય-ગુજરાત) અમલમાં મૂકવામાં આવેલ છે. સદર યોજનામાં ઘરવપરાશના વીજગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે આ યોજનામાં અરજી નોંધણી કરવાની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી.

આ સમય મર્યાદામાં વધારો કરી અરજી કરવાની છેલ્લી તારીખ હવે ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી છે. આમ, જે અરજદારની અરજી જરૂરી દસ્તાવેજ સાથે સૂર્ય-ગુજરાત પોર્ટલ ઉપર તા. ૧૫.૦૩.૨૦૨૦ સુધીમાં નોંધાયેલ હશે તેવા અરજદારો જ વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સબસીડીનો લાભ મેળવવા પાત્ર થશે. અમારા માનવંતા વીજગ્રાહકોએ તેમજ સંલગ્ન ઈમ્પેનલ્ડ થયેલ એજન્સીઓએ ઉપરોક્ત બાબતની નોંધ લેવા વિનંતી.

તા. ૨૯.૦૨.૨૦૨૦

મુખ્ય ઈજનેર (ટેક)