Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
કરવાપાત્ર એપ્રેન્ટીસોની ભરતી કરવાની કામગીરી કરવી. પોર્ટલ પર નોંધણી ન હોય તો ભારત સરકારના પોર્ટલ પર નોંધણી કરાવવી. અગાઉથી નોંધાયેલ એકમો અને નવા નોંધાયેલ એકમો ની નોંધણી નિયામક, રોજગાર અને તાલીમના આ યોજના માટેના પોર્ટલ પર પણ નોંધણી બિનચુક કરાવવી. મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટ અને ટેકનીશીયન એપ્રેન્ટીસની માન્ય ૧૬૩ વ્યવસાયોમાં ભરતી કરાવવી.
- રાજ્યમાં કાર્યરત ખાનગી યુનિવર્સિટીઓ, તેમજ સ્વનિર્ભર આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ કોલેજ અને પોલીટેકનિક ખાતે “એપ્રેન્ટીસશીપ હેલ્પ ડેસ્ક” નુ આયોજન કરી શકાય.
- એપ્રેન્ટીસ અધિનિયમ -૧૯૬૧ અંતર્ગત ટ્રેડ એપ્રેન્ટીસ કેટેગરી માટે ના માન્ય ૭૬ Optional ટ્રેડ માં B.A./ B.Com/ BBA / LLB તેમજ અન્ય Non Engineering Graduates તેમજ ધો. ૧૦,૧૨ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે જોડવા જરુરી કાર્યવાહી કરી શકાય.
- એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત ભારત સરકાર તેમજ રાજય સરકાર દ્વારા એપ્રેન્ટીસની ભરતી બાબતે આપવામાં આવતા પ્રોત્સાહન અંગે જાણકારી મળી રહે તેમજ યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી યુનિવર્સિટીઓ, સરકારી તેમજ સ્વનિર્ભર આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ કોલેજ અને પોલીટેકનિક ખાતે વર્કશોપ/સેમિનારનુ આયોજન સતત કરતા રહેવું. આવા કરેલ આયોજનની માહિતી પત્રક -૪ અનુસાર આપવાની રહેશે.
- રાજ્યમાં કાર્યરત ખાનગી યુનિવર્સિટીઓ, તેમજ સ્વનિર્ભર આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ કોલેજ અને પોલીટેકનિક ખાતે એપ્રેન્ટીસ તેમજ એકમોને “એપ્રેન્ટીસ ભરતી મેળા” ના માધ્યમથી જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવું. દર માસે “એપ્રેન્ટીસ ભરતી મેળા” નુ આયોજન કરી મહત્તમ એપ્રેન્ટીસોની ભરતી કરાવવી. આવા ભરતીમેળાના એક્શન પ્લાનની માહિતી પત્રક -૫ મુજબ આપવી અને થયેલ ભરતીમેળાની માહિતી પત્રક -૬ મુજબ આપવી.
- લાગુ પડતા એકમો પાસેથી મેળવેલ ઉમેદવારોની વેકેન્સીની માહિતી Statement - I & II મુજબ મેળવી ઓન-લાઇન એન્ટ્રી નિયામક, રોજગાર અને તાલીમના પોર્ટલ પર કરી જરૂરી ડેટાબેઝ નિભાવવાની કામગીરી કરવી.
- ભરતીમેળા કે અન્ય રીતે મળેલ એપ્રેન્ટીસ વાંચ્છુ ઉમેદવારોના ડેટાબેઝનું પૃથ્થકરણ કરી વિવિધ એકમો ખાતેથી મળેલ વેકેન્સીની સામે એપ્રેન્ટીસ ભરતી, કરારનામા તેમજ એપ્રેન્ટીસ અધિનિયમ આનુસાંગિક કામગીરી પૂર્ણ કરવી.
- ફ્રેશર (નોન આઇ.ટી.આઇ.) ઉમેદવારના કિસ્સામાં આપવાની થતી બેઝીક તાલીમ માટેની વ્યવસ્થાનુ આયોજન કોલેજ કે યુનિવર્સિટીના માધ્યમથી કરવું. તેમજ બેઝીક તાલીમ કેન્દ્રની માહિતિ આ સાથે સામેલ પત્રક-૭ મુજબ આપવી.