Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિ.
શાળા અને અધ્યાપન મંદિરના શિક્ષકોને
ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત..
ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ,
ઠરાવ ક્રમાંક, બમશ-૧૩૬૨/૧૦૬૬/ગ
નવા સચિવાલય, ગાંધીનગર
તા. ૨૬-૪-૬૨.
વંચાણે લીધો:-
૧: નાણા વિભાગનો તા. ૧૯-૬-૮૭નો ઠ.કૃ. ઈસીયાર-૧૦૮૭-૨૨-એમ.
૨: નાણા વિભાગનો તા. ૫-૭-૯૧ નો ઠ.કૃ. મેચોપી-૧૦૯૧-૩-એમ.
!! ઠરાવ !!
રાજ્ય સરકારના કર્મચારીઓ/પંચાયતના કર્મચારીઓ અને ગ્રાન્ટ-ઇન-
એઇડ સંસ્થાઓના કર્મચારીઓને સ્થગિતતાના ઈજાફાઓ આપવા નાણા વિભાગના
તા. ૧૯-૬-૮૭ ના ઠરાવથી નકકી કરવામાં આવ્યું છે અને ઉચ્ચતર પગાર
ધોરણ આપવાનું નાણા વિભાગના ઉકત તા. ૫-૭-૯૧ ના ઠરાવ અને તેમાં
કરવામાં આવેલા વખતો વખતના સુધારાથી નકકી કરવામાં આવ્યું છે.
આ ઠરાવો અન્વયે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ માટે નિમણુંકનો
તારીખથી નોકરી સળંગ ગણવા અને સ્થગિતતાના ઈજાફા આપવા શિક્ષકોના
જુદા જુદા મંડળો/સંઘો તરફથી રજુઆત કરવામાં આવી છે યોગ્ય વિચારણાને
અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
૧) પ્રાથમિક શાળા અને બિન સરકારી માધ્યમિક શાળા તથા ઉચ્ચતર
માધ્યમિક શાળા તેમજ અધ્યાપન મંદિરના શિક્ષકો કે જેઓ નિમણુંકના સમયે
નિયત લાયકાત ધરાવતા ન હોય એટલે કે બિન તાલીમી હોય અને પાછળથી
નિયત લાયકાત મેળવે તેમના કિસ્સામાં બિન તાલીમી શિક્ષક તરીકે જે
તારીખે શાળામાં હોય અને જે તારીખે તેઓ શિક્ષક તરીકેની નિયત
જરૂર લાયકાત મેળવેલ તે કાળાની ૬૦% સમયને ઉચ્ચતર પગાર ધોરણ આપતી વખતે
ગણતરીમાં લેવો.
૨) ફકરા-૧ માં જાવેલ સંસ્થાઓના શિક્ષકો અને આચાર્યો કે જેમને
નાણા વિભાગના તા. ૫-૭-૯૧ ના ઠરાવ અને તેમાં વખતો વખતના થતા સુધારા
મુજબ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો નથી. તેમના કિસ્સામાં
રૂ. ૪૦૦૦/- ના તબક્કે પગાર સ્થગિત થાય ત્યારે તે તારીખથી ગણતાં
૧ વર્ષ પુરુ થાય ત્યારે રાજ્ય સરકારના અન્ય નિયમોને આધિન
સ્થગિતતાનો છેલ્લો રૂ. ૧૦૦/- નો ઈજાફો આપવો અને આવા પાંચ ઈજાફા
રૂ. ૪૫૦૦/- ની મહત્તમ મર્યાદા સુધી આપવા.
આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર નાણા વિભાગની
તા. ૯-૪-૬૨ ની સંમતિથી રવાના કરવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
સહી.
(એચ.એમ.સોની)
સેકશન અધિકારી
શિક્ષણ વિભાગ,
ખ-માધ્ય. ૨૪૬૩૨-૪૬૮૨
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી,
રાજકોટ, તા. ૪/૪/૬૨
૧ આચાર્ય
લાભ અંદાજી