Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦
તા.૨૬/૨/૨૦૧૫ ગુરૂવાર
અમદાવાદ શહેર પોલીસ સમાચાર
નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-
સમાચાર યાદી નં.૪૦૭/૧૫
શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૧૬૭ લીટર દેશી દારૂ, ૩ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૩ બિયર ટીન કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૨ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૬,૭૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.
તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-
સમાચાર યાદી નં.૪૦૮/૧૫
શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
અપહરણ:-
સમાચાર યાદી નં.૪૦૯/૧૫
નારણપુરા : વિજય લક્ષ્મીકાંત પાંડવ (રહે.શાસ્ત્રીનગર પોલીસ લાઈન, શાસ્ત્રીનગર, નવા વાડજ, નારણપુરા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૨/૧૫ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીકથી પોતાના પુત્ર અભય (ઉ.વ.૧૩) ને અજાણી વ્યક્તિ અપહરણ કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.આર.ધમલ ચલાવે છે.
સોનાનો દોરો ખેંચી તોડી લઇ ગયા:-
સમાચાર યાદી નં.૪૧૦/૧૫
વસ્ત્રાપુર : રમણીબહેન નાનુભાઈ મેનન (રહે,બાલાજી પાર્ક વસ્ત્રાપુર) તા.૨૫/૨/૧૫ બપોરના ૪/૧૫ વાગ્યાના સુમારે સંદેસ પ્રેસ રોડ, અગમ ટાવરની સામે, મ્યુ.બગીચાના ગેટ આગળથી ચાલતાં પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રમણીબહેનનાં ગળામાંથી સોનાનો પેંડલ સાથેનો દોરો કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રમણીબહેન મેનને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી કીરીટસીંહ કાનાજી ચલાવે છે.
આત્મહત્યા:-
સમાચાર યાદી નં.૪૧૧/૧૫
અમરાઈવાડી: હિનાબહેન રવિન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ.૧૮) (રહે.ન્યુ ભવાનીનગર અમરાઈવાડી) એ તા.૨૫/૨/૧૫ કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માતમોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી રતીલાલ કરશનભાઈ ચલાવે છે.
1