Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં
મુખ્ય શિક્ષક (સીધી ભરતી), વિદ્યાસહાયક (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) અને
વિદ્યાસહાયક (ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૧૬-૧૭
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં મુખ્ય શિક્ષક (સીધી ભરતી), વિદ્યાસહાયક (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) અને વિદ્યાસહાયક (ધોરણ ૬ થી ૮ - અન્ય માધ્યમ- અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડિયા, તમિલ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિ દ્વારા મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા મુખ્ય શિક્ષક માટે શિક્ષણ વિભાગના તા.૨૨/૦૯/૨૦૧૬ ના જાહેરનામા તથા વિદ્યાસહાયક માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા NO:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે. ઉમેદવારે અરજી તા.૨૫/૦૧/૨૦૧૭ થી ૦૩/૦૨/૨૦૧૭ દરમ્યાન આ કચેરીની વેબ સાઇટ www.vidyasahayakgujarat.org ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓન-લાઇન કરવાની રહેશે.
અન્ય માધ્યમના વિદ્યાસહાયકો માટે જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહિ થાય તો આ જગ્યાઓ નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારોથી શિક્ષણ વિભાગના ક્રમાંક:પીઆરઇ/૧૧૧૫/સીસી-૧૩૯-ક, તા.૦૮/૧૨/૨૦૧૫ ના પત્ર સંદર્ભે સા.વ.વિભાગના તા.૧૬/૦૩/૧૯૯૬ના ઠરાવક્રમાંક-પવસ/૧૦૯૩/મ-૧૭(ભાગ-૨)-ગ-૪ ના ફકરા-૨ ની જોગવાઇને આધીન ભરવામાં આવશે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે.
|
જાહેરાત
ક્રમ |
ભરતીનો
પ્રકાર |
માધ્યમ | વિષય |
જગ્યાનો
પ્રકાર |
સામાન્ય
(Gen.) |
અ.જાતિ
(SC) |
અ.જ.જાતિ
(ST) |
સા.શૈ.પ.વર્ગ
(SEBC) |
કુલ |
તે પૈકી 3% શારીરિક
અશક્તતા ધરાવતા (PH) |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
૦૧
૨૦૧૬-૧૭ |
મુખ્ય
શિક્ષક ભરતી |
ગુજરાતી | - | ઘટ | ૦ | ૧૭ | ૨૫૬ | ૬૬ | ૩૯૮ | ૧૦ |
| સામાન્ય | ૪૬૬ | ૧૫ | ૬૫ | ૬૬ | ૬૩૨ | ૨૦ | ||||
| કુલ | ૪૬૬ | ૩૧ | ૩૨૧ | ૧૮૨ | ૧૦૦૦ | ૩૦ | ||||
|
૦૨
૨૦૧૬-૧૭ |
ગણિત
વિજ્ઞાન |
ઘટ | ૦ | ૧૦૮ | ૫૦૭ | ૪૮૨ | ૧૧૦૭ | ૩૦ | ||
| સામાન્ય | ૧૧૪૮ | ૬૬ | ૪૧ | ૧૮૨ | ૧૪૩૮ | ૪૫ | ||||
| કુલ | ૧૧૪૮ | ૧૭૪ | ૫૪૮ | ૬૬૪ | ૨૫૪૫ | ૭૫ | ||||
|
૦૩
૨૦૧૬-૧૭ |
ધોરણ
૬ થી ૮ |
ગુજરાતી | ભાષાઓ | ઘટ | ૦ | ૫૪ | ૧૫૫ | ૨૭૪ | ૪૮૩ | ૧૩ |
| સામાન્ય | ૭૨૫ | ૩૮ | ૨૭ | ૧૩૧ | ૯૨૧ | ૨૯ | ||||
| કુલ | ૭૨૫ | ૧૦૨ | ૧૮૨ | ૪૦૫ | ૧૪૦૪ | ૪૨ | ||||
|
૦૪
૨૦૧૬-૧૭ |
સામાજિક
વિજ્ઞાન |
ઘટ | ૦ | ૪૮ | ૧૬૮ | ૩૦૮ | ૫૫૬ | ૧૫ | ||
| સામાન્ય | ૭૨૫ | ૩૪ | ૨૨ | ૧૩૭ | ૯૧૮ | ૩૨ | ||||
| કુલ | ૭૨૫ | ૮૨ | ૨૨૧ | ૪૪૫ | ૧૪૭૪ | ૪૭ | ||||
|
૦૫
૨૦૧૬-૧૭ |
ધોરણ
૬ થી ૮ |
અન્ય
માધ્યમ |
ગણિત વિજ્ઞાન | કુલ | ૮ | ૧૩ | ૨૬૩ | ૧૧૩ | ૩૯૮ | ૧૭ |
| ભાષાઓ | કુલ | ૬ | ૦ | ૬૮ | ૭ | ૮૪ | ૩ | |||
| સામાજિક વિજ્ઞાન | કુલ | ૭ | ૨ | ૬૫ | ૨૧ | ૯૫ | ૪ |
જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત તથા શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી અને સામાન્ય સુચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અરજી કરવાની રહેશે.
અરજી પત્રક ઓન-લાઇન ભરવા માટેની સુચનાઓ
- ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ www.vidyasahayakgujarat.org ઉપર ઓન-લાઇન તા.૨૫/૦૧/૨૦૧૭ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૦૩/૦૨/૨૦૧૭ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. ઓન-લાઇન અરજી ફોર્મ કોઇ પણ કમ્પ્યુટર કે જેની સાથે ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોય તે ઉપરથી ભરી શકાશે.
- ટેટ પરીક્ષાનો તમારો સીટ નંબર ટાઇપ કરી અને પરીક્ષાની તારીખ પસંદ કરો પછી CONTINUE બટન ઉપર ક્લીક કરો જેથી તમારું ટેટ Result દેખાશે. ત્યાર બાદ CONTINUE બટન ઉપર ક્લીક કરતાં અરજી પત્રક ખુલશે.
- ઓન-લાઇન ભરેલું ફોર્મ કમ્પ્યુટર ઉપર SAVE કરી પછી તે માહિતી ઓન-લાઇન ચકાસી લેવી. ભરેલા ફોર્મમાં કોઇપણ ફેરફાર કરવો હોય તો EDIT ની મદદથી ઓન-લાઇન સુધારા કરવા. અરજી ફોર્મની PRINT કાઢવા માટે Submit કર્યા પછી PRINT કાઢવી.
- સ્વીકાર કેન્દ્ર મારફત Final Submit કરાવતાં પહેલાં ફોર્મમાં EDIT ની મદદથી ઓન-લાઇન સુધારા કરી શકાશે.
- અરજી પત્રકમાં નિયત જગ્યાએ અરજદારે સહી કરવી. આ અરજી પત્રક રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, Final Submit કરાવી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી, Final Submit થયા સિવાયનું કોઇપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- રૂબરૂ મુલાકાત અથવા અરજી સંદર્ભે લેખિત કે મૌખિક રજૂઆત માટે ઉમેદવારે Final Submit કરેલ અરજીપત્રની નકલ, ફી ભર્યાની પહોંચ અને અરજી સાથે જોડેલ ચેકલિસ્ટ (અનુસૂચિ-૧) ની નકલ અચૂક રજૂ કરવાની રહેશે.
- ઉમેદવારે કોલ-લેટરમાં દર્શાવેલ તારીખે જ ઓન-લાઇન પસંદગી આપવામાં આવશે. કોઇપણ સંજોગોમાં તે પછીની તારીખે પસંદગીની તક આપવામાં આવશે નહી.
- યુ.જી.સી. માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલ ડિગ્રી ગ્રાહ્ય રાખવામાં આવશે. રાજ્ય બહારની યુનિ. ની Open and distance learning દ્વારા મેળવેલ ડિગ્રી માન્ય ન હોઇ તેવી લાયકાત ગ્રાહ્ય રહેશે નહી.
- ઉમેદવાર એક કરતાં વધુ પ્રયત્ને સ્નાતક, અનુસ્નાતક, બી.એડ/પી.ટી.સી. કોઇપણ અંતિમ ડિગ્રી પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગના જાહેરનામા NO:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમ ૮(૨) મુજબ ગુણ ગણતરી કરી મેરીટ ગણવામાં આવશે.
- અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર તા.૨૫/૦૧/૨૦૧૭ થી તા.૦૩/૦૨/૨૦૧૭ સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. અને તે રદ થયેલ ગણાશે. આ કચેરીને પણ અરજી પત્રકો મોકલવા નહીં.
- વિદ્યાસહાયકની ભાષાઓ માટેની નિમણૂંકો સ્પે.સી.એ.નં.૧૩૪૨૫/૨૦૧૨ ના આખરી ચૂકાદાને આધિન રહેશે.
- આ નિમણૂંકો રાજ્ય સરકાર દ્વારા નામદાર સુપ્રિમકોર્ટમાં દાખલ કરેલ એસ.એલ.પી.નં.૧૮૧૩૬/૨૦૧૩ તથા ૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ અને ૯૯૫૦-૧૦૦૨૧/૨૦૧૨ ના આખરી ચૂકાદાને આધિન રહેશે.
- મુખ્ય શિક્ષકના ઉમેદવારે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૧/સીંગલફાઇલ/૩/ક, તા.૧૬/૦૫/૨૦૧૨ ના (૨) ક,ખ,ગ,ઘ માં દર્શાવ્યા મુજબ અનુભવના આધાર પુરાવા જોડવાના રહેશે. પરિશિષ્ટ ૧,૨,૩,૪ માં દર્શાવેલ આધાર પુરાવા જ અરજી સાથે રજૂ કરવાના રહેશે. તે મુજબ જ અનુભવની ગણતરી કરવામાં આવશે. પાછળથી રજૂ કરેલ પુરાવા માન્ય રહેશે નહી. નોકરીના પ્રારંભ અને અંતની ચકાસણી માટે સંસ્થાએ આપેલ નિમણૂંક હુકમ અને સંસ્થાએ સ્વીકારેલ રાજીનામાનો આનુસંગિક પુરાવો રજૂ કરવો. વધારાના આનુસાંગિક પુરાવા રૂબરૂ મુલાકાતમાં સાથે લાવવા.
- મુખ્ય શિક્ષક માટે અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગના તા.૨૦/૦૬/૨૦૧૩ ના ઠરાવની જોગવાઇ મુજબ HTAT પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક રજૂ કરવામાં આવશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને ઉમેદવારના પાંચ વર્ષનો અનુભવ HTAT પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પૂર્ણ થયેલ હોવો જોઇએ.
- વયમર્યાદા:- વિદ્યાસહાયક માટે તા.૦૩/૦૨/૨૦૧૭ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષ કરતાં વધુ હોવી જોઇએ નહી. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારો, મહિલા, શારીરિક રીતે અશક્તતા ધરાવતા તથા માજી સૈનિકો માટે નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. મળવાપાત્ર છુટછાટ સાથેની ઉંમર નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.
- વયમર્યાદા:- મુખ્ય શિક્ષક માટે તા.૦૩/૦૨/૨૦૧૭ ના રોજ ૪૨ વર્ષ કરતાં વધુ હોવી જોઇએ નહી. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારો, મહિલા, શારીરિક રીતે અશક્તતા ધરાવતા તથા માજી સૈનિકો માટે નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. મળવાપાત્ર છુટછાટ સાથેની ઉંમર નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી. સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસીફિકેશન એન્ડ રિકરૂટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭ ના નિયમ ૮(૫) ની જોગવાઇઓ મુજબ ઠરાવેલ ઉપલી વય મર્યાદાઓ લાગુ પડશે નહી.
ભરતીના અનુસંધાને આ જાહેરાતમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યા વધ-ઘટ કરવાની આવશ્યકતા જણાશે તો તેમ કરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ/પ્રાથમિક શિક્ષણ નિયામકને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે.
તા.૨૨/૦૧/૨૦૧૭
સ્થળ:-ગાંધીનગર
એમ.આઇ.જોષી
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
અને પ્રાથમિક શિક્ષણ નિયામક,
ગુજરાત રાજ્ય ગાંધીનગર.