Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to SalesRTE પ્રવેશ/અગત્યનું
જા.ન/પ્રાથમિક/RTE/૨૦૨૦/૧૦૫૫૪
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઅ/૩, જિલ્લા સેવાસદન-૨
અઠવાલાઇન્સ, સુરત
તા. ૨૯/૧૦/૨૦૨૦
પ્રતિ,
આચાર્યશ્રી,
સુરત મહાનગર પાલિકા વિસ્તારની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ તરફ
વિષય:- RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વર્ષ-૨૦૨૦-૨૧ અન્વયે ફાળવેલ પ્રવેશ ઓનલાઈન એડમિટ કરવા બાબત.
સંદર્ભ:- ૧. શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક: ખપશ/૧૧૨૦૨૦/સિ.ફા. ૦૬/ચ
તા. ૦૪/૦૮/૨૦૨૦
૨. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણનિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગરનાં પત્રાંક: પ્રા.શિ.નિ/RTE/ઠરાવ/૨૦૨૦/૨૬૪૫-૨૭૩૧
તા. ૦૬/૦૮/૨૦૨૦
૩. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણનિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગરનાં પત્રાંક: પ્રા.શિ.નિ/RTE/૨૦૨૦/૩૫૩૫-૭૫ તા. ૨૯/૧૦/૨૦૨૦
ઉપરોક્ત વિષય અને સંદર્ભ-૩ અન્વયે જણાવવાનું કે, RTE અંતર્ગત મફત પ્રવેશ વર્ષ:-૨૦૨૦-૨૧ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા ઓનલાઈન પ્રવેશની ફાળવણી અંતર્ગત ત્રીજો રાઉન્ડ તા. ૧૯/૧૦/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવેલ વિદ્યાર્થીઓને શાળાએ રૂબરૂ જઈ પ્રવેશ નિયત કરવાની છેલ્લી તારીખ તા. ૨૪/૧૦/૨૦૨૦ હતી. હજુ પણ જો કોઈ વાલી સમય મર્યાદામાં શાળાએ પ્રવેશ મેળવવા જરૂરી આધાર પુરાવા સાથે ગયેલ હોય પરંતુ શાળા દ્વારા ઓનલાઈન એડમિટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં તા. ૦૨/૧૧/૨૦૨૦ સુધીમાં નીચે મુજબની કાર્યવાહી કરી આવા બાળકોનો પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે. ત્યાર બાદ એડમિટ કરવા અંગેની પ્રક્રિયા થશે નહિ અને તા. ૦૨/૧૧/૨૦૨૦ સુધી એડમિટ થયેલ બાળકોની જ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
- ત્રીજા રાઉન્ડમાં ફાળવેલ ઓનલાઈન પ્રવેશ નિયત કરવા વિદ્યાર્થીના એડમિટ કાર્ડની નકલ અને શાળાના પત્ર સાથે આ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
- શાળા દ્વારા પ્રથમ અને બીજા રાઉન્ડમાં ફાળવેલ પ્રવેશ ઓનલાઈન એડમિટ કરવાના બાકી હોય તેની જાણ અત્રે તાત્કાલિક કરવી.
જિલ્લા શિક્ષણાધિકારી
સુરત, જિલ્લો-સુરત