Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
વડોદરા મહાનગર સેવાસદન
ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, વડોદરા
ફોન PBX ૨૪૩૩૧૧૯, ૨૪૩૩૩૧૮, ૨૪૩૪૮૦૫.
જ. મિ. જા. નં. ૩૭૪૪
તા. ૫-૧-૨૦૧૫
જમીન મિલ્કત શાખા (કોર્મ)
તા. ૧/૨૦૧૫
હુકમ:
વિષય: "સન આઉટડોર્સ" વડોદરાને બ્લેકલીસ્ટ કરવાના હુકમને યથાવત રાખવા બાબત.
સંદર્ભ: જ.મી.જા.નં- ૨૭૧૦ તા.૧૩-૯-૧૨
વડોદરા મહાનગર સેવાસદનના હદ વિસ્તારમાં અગાઉના વર્ષોમાં ખાનગી માલીકીની જગ્યામાં જાહેરાતના હોડીંગ્સ બોર્ડ મુકી જાહેરાત ડિસ્પલે કરવાની કામગીરી "સન આઉટડોર્સ"ના શ્રી પ્રિતીશ નાનુભાઈ શાહ, વડોદરા ધ્વારા કરવામાં આવતી હતી, "સન આઉટડોર્સ" ધ્વારા સને. ૨૦૧૦-૧૧ ના વર્ષની પુરેપુરી લાયસન્સ ફી આજદિન સુધી ભરપાઈ કરેલ નથી. "સન આઉટડોર્સ" ધ્વારા સને. ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ ના વર્ષથી એડવાન્સ લાયસન્સ ફી નિયમાનુસાર ભરપાઈ કરેલ ન હતી સદર એડ. એજન્સીને વારંવાર લેખીતમાં એડવાન્સ લાયસન્સ ફી ભરપાઈ કરવા તથા નિતિ-નિયમોનું પાલન કરવા જણાવવા છતાં, "સન આઉટડોર્સ" વડોદરા ધ્વારા શરતોનું પાલન કરેલ ન હોઈ, અત્રેના સંદર્ભિત પત્ર થી "સન આઉટડોર્સ" વડોદરાને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે.
સદરહુ બ્લેક લીસ્ટીંગના ઓર્ડર સામે "સન આઉટડોર્સ" વડોદરા ધ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એસ.સી.એ. નંબર: ૧૨૮૧૦/૨૦૧૨ દાખલ કરેલ હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સદર પીટીશનરે છ માસની મુદતમાં લાયસન્સ ફી ના નાણાં ચુકવવાની બાંહેધરી આપેલ હતી તેમજ પીટીશનરની રીકવેસ્ટ મુજબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૭.૮.૨૦૧૩ ના હુકમ મુજબ બ્લેકલીસ્ટનો હુકમ એબેયન્સમાં રાખવામાં આવેલ હતો. તેમ છતાં સદર એડ. એજન્સી ધ્વારા લાયસન્સ ફી ના નાણાં જમા નહી કરાવતાં વડોદરા મહાનગર સેવાસદન ધ્વારા કન્ટેમ્પ ઓફ કોર્ટની અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. વધુમાં છ માસની અવધિ પૂર્ણ થયેલ હોવા છતાં સન આઉટડોર્સ ધ્વારા લાયસન્સ ફી ના બાકી નીકળતા નાણાં જમા કરાવવામાં આવેલ નથી તે સંજોગોમાં નામદાર હાઇકોર્ટને જાણ કર્યા બાદ "સન આઉટડોર્સ" વડોદરાને બ્લેક લીસ્ટીંગ કરતાં હુકમ અંક- ૨૭૧૦/ તા. ૧૩-૯-૨૦૧૨ ને પુનઃજીવીત /પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને તે હુકમને કાયમ રાખવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશ્નર
વડોદરા મહાનગર સેવાસદન.
નકલ રવાના:
- શાખા અધિકારીશ્રી(તમામ શાખા)(જાણ તથા અમલ કરવા સારુ)
નકલ રવાના
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, (તમામ મહાનગરપાલિકા)
- કલેકટરશ્રી, (તમામ જીલ્લા)
- જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (તમામ જીલ્લા)
- શ્રી ડાયરેકટર ઓફ મ્યુનિસિપાલીટી, ગાંધીનગર
- ડીવીઝનલ મેનેજરશ્રી (વેર્સ્ટન રેલવે) રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા,
- મેનેજીંગ ડિરેકટરશ્રી, ગુ.રા.માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગીતા મંદીર પાસે, અમદાવાદ)
નકલ સવિનય જાણ અર્થે. :-
- સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
રવાના કર્યું,
જમીન મિલ્કત અમલદાર(કોર્મ),
વડોદરા મહાનગર સેવા સદન