Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesસૌરાષ્ટ્ર યુનિવર્સિટી
એકેડેમિક વિભાગ, યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫
ફોન નં.: (૦૨૮૧) ૨૫૭૮૫૦૧ એક્સટે. નં. ૨૦૨, ૩૦૪ / ફેક્સ નં. : (૦૨૮૧) ૨૫૭૬૩૪૭
ઈ-મેઈલ academic@sauuni.ac.in
નં./એકે/ ૧૭૮ /૨૦૨૦
તા. ૮/૫/૨૦૨૦
સંદર્ભઃ– ૧) અત્રેની યુનિવર્સિટીના તા.૧૩/૦૪/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક નં.જોડાણ/પીએઆર/૬૧/૨૦૨૦,
સંદર્ભઃ– ૨) સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૦૮/૦૫/૨૦૨૦નાં પરિપત્ર ક્રમાંક પરચ/૨૦૧૮/૬૧/ખ-૧.
પરિપત્ર:–
આથી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય સંસ્થાઓના વડાઓ, યુનિવર્સિટી
સ્થિત વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓને જણાવવામાં આવે છે કે તાજેતરમાં નોવેલ કોરોના વાઈરસ
COVID-19ની મહામારીની પરિસ્થિતિ ધ્યાને લઈ સરકારશ્રીના સંદર્ભ–૧ પરના પરિપત્રથી
યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજો માટે તા.૧૫–૦૪–૨૦૨૦ થી ૧૬–૦૫–૨૦૨૦ સુધી (બંને દિવસો
સામેલ ગણીને) વેકેશન જાહેર કરવામાં આવેલ હતું. જે સરકારશ્રીના સંદર્ભ (૨) પરના પરિપત્રથી
વેકેશન તા. ૨૦–૦૬–૨૦૨૦ સુધી તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી, ખાનગી અને
ગ્રાન્ટ–ઈનએઈડ કોલેજો માટે લંબાવવામાં આવેલ છે. જે પરત્વે યોગ્ય કાર્યવાહી થવા જણાવવામાં આવે છે.
બિડાણ:–
સંદર્ભ – ૨
કુલસચિવ
નકલ સાદર રવાના :–
૧. માન.કુલપતિશ્રી/માન.ઉપકુલપતિશ્રી/માન.કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી
નકલ રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે:–
૧. દરેક વિભાગના વડાઓ તરફ
૨. નિયામકશ્રી કોમ્પ્યુટર સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(ઉકત પરિપત્ર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા અર્થે)