Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

એજન્ડા-૨ યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૧૯-૨૦ થી બે વર્ષીય એમ.એડ. કોર્સ શરૂ કરવા અંગે, એમ.ફીલ. શરૂ કર્યાની મંજૂરી અંગે, એન.સી.ટી.ઇ. દ્વારા બી.એડ.એમ.એડ. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની મંજૂરી મળ્યાની જાણ અંગે, યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ યુ.જી. તથા પી.જી. કોર્સ માટે આગામી વર્ષના એડમિશનના આયોજન તથા નિર્ણય હેતુ, યુનિવર્સિટી ખાતે નવા ચાલુ થયેલ બે વર્ષીય બી..એડ., એમ.એડ. તથા એમ.ફીલ. કોર્સના અભ્યાસક્રમ તથા પ્રવર્તમાન અભ્યાસક્રમના માળખાની ચર્ચા વિચારણા તથા મંજૂરી હેતુ.

ઠરાવ-૨ યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૧૯-૨૦ થી બે વર્ષીય એમ.એડ. તથા એમ.ફીલ. કોર્સ શરૂ કરવાનું મંજૂર રાખવાનું ઠરાવવામાં આવેલ, એન.સી.ટી.ઇ. દ્વારા બી.એડ.એમ.એડ. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની મંજૂરી મળ્યાનું જાણ પર લેવામાં આવેલ અને આવા પ્રકારના કોર્સ શરૂ કરવાની યુનિવર્સિટીની કામગીરીને બિરદાવવામાં આવી.

વધુમાં વેસ્ટર્ન રીજઓનલ કાઉન્સીલ, એન.સી.ટી.ઇ. દ્વારા તેની ૦૨ થી ૦૪ એપ્રિલ, ૨૦૧૯ની ૩૦૪મી મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો તે મુજબ આઈ.આઈ.ટી.ઇ.ને આગામી શૈક્ષણિક સત્રથી બી.એડ.એમ.એડ. માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વેસ્ટર્ન રીજઓનલ કાઉન્સીલ, એન.સી.ટી.ઇ.ની દ્વારા તેની ૧૫ થી ૧૬ એપ્રિલ, ૨૦૧૯ની ૨૦૫મી મીટિંગમાં આ નિર્ણયની પુનઃવિચારણા કરવામાં આવી, તે મુજબ આઈ.આઈ.ટી.ઇ.ને શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧થી બી.એડ.એમ.એડ. માટે મંજૂરી આપવામાં આવી. ગુજરાતનાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ બાબતે પુનઃવિચારણા કરવામાં આવે અને આઈ.આઈ.ટી.ઇ.ને આગામી શૈક્ષણિક સત્રથી બી.એડ.એમ.એડ. માટે મંજૂરી આપવામાં આવે તે માટે એન.સી.ટી.ઇ.માં રજૂઆત કરવી એમ ઠરાવવામાં આવ્યું.

આગામી વર્ષમાં યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ યુ.જી. તથા પી.જી. કોર્સમાં કરવાના થતાં એડમિશનના આયોજનમાં નીચે મુજબની ભલામણ કરવામાં આવેલ હતી.

  • યુ.જી.માં NCTE ની મળેલ માન્યતા અનુસાર મળેલ સીટો મુજબ બંને કોર્સમાં એડમિશન કરવા
  • બે વર્ષીય બી..એડ., એમ.એડ. અને એમ.ફીલ. કોર્સના તૈયાર થયેલ અભ્યાસક્રમ તથા પ્રવર્તમાન અભ્યાસક્રમના માળખાને સર્વાનુમતે મંજુર રાખવાનું ઠરાવવામાં આવ્યું.

એજન્ડા-૩

  • આગામી એકેડેમીક વર્ષ: ૨૦૧૯-૨૦ માં આઈ.આઈ.ટી.ઇ. ખાતે પી.એચડી./એમ.ફિલ.ના એડમિશન અર્થે RDCની રચના કર્યાનું જાણ તથા બહાલી અંગે ચર્ચા વિચારણા અર્થે.
  • પી.એચડી./એમ.ફિલ. તથા જે.આર.એફ. અંગેના યુનિવર્સિટીના રચાયેલ ઓર્ડિનન્સની બહાલી અર્થે.
  • યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૧૯-૨૦માં આપવાના થતાં પી.એચડી./એમ.ફિલ. તથા જે.આર.એફ. પ્રવેશની પ્રવેશ સંખ્યા નક્કી કરવા હેતુ ચર્ચા વિચારણા અર્થે.
  • યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૧૯-૨૦માં આપવાના થતાં પી.એચડી./એમ.ફિલ. તથા જે.આર.એફ. પ્રવેશ હેતુ, જે.આર.એફ. તથા જી.ડી.પી.આઈ. અંગે કમિટી રચના અંગે તથા આગળની કાર્યવાહી હેતુ ચર્ચા વિચારણા અંગે.
  • પી.એચડી. તથા એમ.ફીલ, માટે યુનિવર્સિટી ખાતેના એસોસીએટ પ્રોફેસર ડો. દિવ્યા શર્મા તથા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. રાજેશ રાઠોડને ગાઇડશીપ મંજૂર રાખ્યાની જાણ અંગે.

Delw

2

Scanned with CamScanner