Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
GK Samixa 1 થી 31 march 2017, સામાન્યજ્ઞાન
સમીક્ષા 234 (1) તા 22/3/2017
21 માર્ચને વિશ્વ કવિતા દિવસ મનાવવામાં આવ્યો...
- ૧) વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરવામાં આવેલ.
- ૨) 21 માર્ચને કવિતાઓના સર્જન અને કવિઓને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે.
- ૩) વિશ્વ કવિતા દિવસના અવસરે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તથા સાહિત્ય અકાદમી દ્વારા સબદ-વિશ્વ કવિતા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
- ૪) યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત વર્ષ 1999 માં કરવામાં આવી હતી.
- ૫) વિશ્વ કવિતા દિવસ મનાવવાનો ઉદેશ્ય કવિતાઓના વાંચન અને લેખનને ઉતેજના આપવાનો રાખવામાં આવ્યો છે.
- ૬) કવિતાઓ જે તે દેશની સાંસ્કૃતિક ધરોહરને મૂળ રૂપથી જાળવવામાં મદદ કરે છે.
- ૭) આ દિવસે વિશ્વના ઘણા સ્થળોએ વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.
સમીક્ષા 235 (1) તારીખ 23/3/2017
રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા...
- ૧) 20 માર્ચ 2017 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વીરતા પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા.
- ૨) આ પ્રતિષ્ઠિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, મોહમ્મદ હામીદ અન્સારી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
- ૩) રાષ્ટ્રપતિ દ્વારા એક કીર્તિચક્ર 12 શૌર્ય ચક્રોથી ભારતીય સેનાના જવાનોને સન્માનિત કરાયેલ છે.
- ૪) રાષ્ટ્રપતિ દ્વારા ૬ શૌર્ય ચક્ર મરણોપરાંત આપવામાં આવ્યા છે.
આપ Google Play Store માં જઈ Edusafar લખી સર્ચ કરી એપ્સ ડાઉનલોડ કરો