Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ઉપરોક્ત જણાવેલ માપદંડની વિગત નીચે મુજબ છે.

જગ્યાની સંખ્યા અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારની સંખ્યા રૂબરૂ મુલાકાત માટે પાત્ર સંખ્યા
અનુભવ વગર અનુભવ વાળી
૦૮ ૧૦
૧૦ ૧૨
૧૦
૪ કે તેથી વધુ
જગ્યા માટે
જગ્યાની સંખ્યાના ચાર ગણા જગ્યાની સંખ્યાના છ ગણા જગ્યાના ત્રણ ગણા

(4) જો આ ઉમેદવારોમાંથી રૂબરૂ મુલાકાતને પાત્ર પુરતા ઉમેદવારો નહિ મળે તો મેરીટ યાદી મુજબ ક્રમાનુસાર આયોગના તા.19.07.2013ના કચેરી હુકમથી ઠરાવેલ લઘુત્તમ ગુણ કરતાં વધુ ગુણ ધરાવતા ઉમેદવારો જો પ્રાપ્ત થતા હશે તો વધુ ઉમેદવારોને કામચલાઉ ધોરણે અરજી ચકાસણીને પાત્ર જાહેર કરવામાં આવશે. વધુમાં આ રીતે અરજી ચકાસણી માટે પાત્ર ગણવાના ઉમેદવારો પૈકી જે તે કેટેગરીમાં છેલ્લા ઉમેદવારના ગુણ જેટલા જ સરખા ગુણ ત્યારપછીના જે કોઇ ઉમેદવારના હશે તેમને પણ અરજી ચકાસણી માટે પાત્ર ગણવામાં આવશે. આ પ્રમાણે થશે તો અરજી ચકાસણી માટે પાત્ર ઉમેદવારોની સંખ્યામાં વધારો થઇ શકશે. આ રીતે જે બેઠક નંબરોના ઉમેદવારોની અરજીઓની ચકાસણી કરવાની થશે તેની વિગતો આખરી પરિણામમાં દર્શાવવામાં આવશે.

(5) આ પરિણામમાં કામચલાઉ ધોરણે અરજી ચકાસણીને પાત્ર જાહેર થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારો ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇઓ મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર ઇત્યાદિ જરુરીયાતો પરિપૂર્ણ કરતા હોય તેવા મેરીટયાદી મુજબના કોષ્ટક-૧ ના કોલમ-૫ માં જે તે કેટેગરી સામે દર્શાવેલ સંખ્યાની મર્યાદામાં પ્રાપ્ત થયેલ ઉમેદવારોને ગણતરીમાં લીધા બાદ તે પછીના ઉમેદવારોને તેઓ બધી જરુરિયાતો સંતોષતા હશે તો પણ રૂબરૂ મુલાકાતને પાત્ર ગણવામાં નહી આવે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. પરંતુ આ રીતે રૂબરૂ મુલાકાતને માટે પાત્ર ગણવાના ઉમેદવારો પૈકી જે તે કેટેગરીમાં છેલ્લા ઉમેદવારના ગુણ જેટલા જ સરખા ગુણ ત્યારપછીના જે કોઇ ઉમેદવારના હશે તેમને પણ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે. આ પ્રમાણે થશે તો કોષ્ટક-૧ ના કોલમ-૫ માં જે તે કેટેગરી સામે દર્શાવેલ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની સંખ્યામાં વધારો થઇ શકશે.

64/2018-19

3 | Page