Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
માનવ તસ્કરી અને શોષણ અંગેની માહિતી આપતી માર્ગદર્શિકા -- સંભાળ રાખનારાઓ માટે
બીજા પગલાઓ
- જો તત્કાલ જોખમમાં હોય તો: 911 ઉપર કોલ કરો
- બાળકની રક્ષા કે કાયદાના અમલ સંબંધિત એક અહેવાલ બનાવો. મીનેસોટાનાં કાયદા મુજબ જો નિર્દેશિત રીપોર્ટર કરનારાઓ (દા.ત. પાલક માતા પિતાઓ) જો તેઓ પાસે એવું માનવાનું કારણ હોય કે એક બાળક અથવા યુવાન ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અથવા તેની અવગણના કરવામાં આવી રહી છે અથવા તે બાબત છેલ્લા ત્રણ વર્ષોની અંદર થયેલ છે તો તેમણે તે અંગેનો રીપોર્ટ કરવો જરૂરી છે. એક બાળકની જાતીય બાબત માટેની હેરાફેરી, ભલે ગમે તે આરોપીત અપરાધી હોય તેની પરવાહ કર્યા વિના, તે એક નિર્દેશિત બાળ રક્ષાનો અહેવાલ છે. માતાપિતાઓ કે સંભાળ રાખનારાઓ કે જેઓ નિર્દેશિત રીપોર્ટર કરનારાઓ નથી તેઓ છતાં પણ તમારા બાળક માટે મદદ માંગવા માટે સ્થાનિક બાળ કલ્યાણ સંસ્થાને જાણ કરી શકે છે.
- તમારા સેફ હાબર પ્રાદેશિક નેવિગેટર સાથે વાત કરો. જો તમને શંકા જાય કે તમારું બાળક હેરાફેરી કે શોષણ સંબંધિત ભય ધરાવે છે તો, તમે તમારા સેફ હાબર પ્રાદેશિક નેવિગેટરનો મદદ અને સંસાધનો સાથે જોડાણ માટે સંપર્ક કરી શકો છો. સેફ હાબરનાં રાજ્ય મુજબ પ્રાદેશિક નેવિગેટરો માટે સેફ હાબર સર્વિસીસ મેપ સંપર્ક માહિતી અને સેવાનો વિસ્તાર દર્શાવે છે.
- બાળકની સુરક્ષા કરવા માટે એક આયોજન બનાવો. સુરક્ષા આયોજન બનાવવા માટે બાળક સાથે વાત કરો. આ કામ પ્રાદેશિક નેવિગેટર, એક સેફ હાબર પ્રોવાઇડર કે અન્ય વ્યાવસાયિક કે જે બાળક સાથે કામ કરી રહ્યા હોય તેમની મદદ વડે કરી શકાય છે. સુરક્ષા આયોજનના વિચારો અને વાસ્તવિક કાર્ય પગલાઓમાં ઝડપ લાવવામાં મદદ કરવા માટે જુદી જુદી રૂપરેખાઓ મારફત બાળક સાથે વાત કરો. ઉપરાંતમાં, કોણ ભરોસાલાયક વડીલો અને સાથીઓ છે કે જેમની સાથે તેઓ વાત કરી શકે છે તેના વિષે બાળક સાથે વાત કરો. એ બાબતને જાણો કે સુરક્ષા આયોજન એ જુસ્સો આપનારી ઘટના બની શકે છે.
સંસાધનો
- માનવ સર્વિસીસ સેફ હાબરનો મિનેસોટા વિભાગ ( https://mn.gov/dhs/partners-and-providers/program-overviews/child-protection-foster-care-adoption/safe-harbor/ )
- માતા પિતા અને તરુણ માટેના સંદેશા કે વાતચીત માટેનું સેન્ટર ( https://parentandteen.com/ )
- માનવ તસ્કરી સંબંધિત માતાપિતાની માર્ગદર્શિકા (Polly Klaas Foundation) ( http://www.pollyklaas.org/safe/a-parents-guide-to-human-trafficking.pdf )
- ગુમ થયેલા અને શોષિત બાળકો નેટ સ્માર્ટઝ માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર ( https://www.missingkids.org/netsmartz/ )
- વહેંચેલી આશા : તમારા બાળકો અને ટેકનોલોજી, માતાપિતાની સુરક્ષા માર્ગદર્શિકા ( https://sharedhope.org/wp-content/uploads/2018/11/Designed-Internet-Safety-e-book.pdf )
- Love 146: ઇન્ટરનેટ સલામતીની માર્ગદર્શિકા ( https://love146.org/action/online-safety/internet-safety-guide/ )
- માનવ સેવાઓ અને MNAdoptનાં મિનેસોટા વિભાગ દ્વારા નિ:શુલ્ક વેબિનાર : માનવ તસ્કરી અને જાતીય શોષણ : પાલક અને દત્તક લેનારા પરિવારો માટે પાયાની બાબતો ( https://www.mnadopt.org/product/1187-webinar-human-trafficking-and-sexual-exploitation-basics-for-foster-and-adoptive-families/ ).
- ભોગ બનનારના વિસ્તારમાં નિ:શુલ્ક કાનૂની મદદ માટે નિ:શુલ્ક કાનૂની સંસાધનો અને સર્ચ એન્જીન : LawHelpMN.org પૂરી પાડનારાઓ અને ક્લિનિક્સ ( https://www.lawhelpmn.org/providers-and-clinics )
- રાષ્ટ્રીય માનવ તસ્કરી હોટલાઇન સુરક્ષા આયોજન ( www.humantraffickinghotline.org/faqs/safety-planning-information )
SAFE HARBOR logo
Minnesota Department of Health logo
આ માર્ગદર્શિકા ન્યાયિક કાર્યકર્મોની કચેરી, અમેરિકાનો ન્યાયિક વિભાગ ગુનાનો શિકાર બનનાર માટેની કચેરી દ્વારા અપાયેલ, 2016-MU-MU-K153 હેઠળ આરોગ્યના મિનેસોટા વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકામાં વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાયો કે ભલામણો યોગદાન આપનારાઓના છે અને ન્યાય માટેના અમેરિકાના વિભાગની કચેરીની સ્થિતિ કે નીતિઓને અનિવાર્યપણે રજૂ કરતા નથી.
છેલ્લે અદ્યતન કરાયેલ 3/2020