Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales(4) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ (જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત સમયગાળાનું ગુજરાતી નમુના મુજબનું પરિશિષ્ટ-ક અરજીપત્રક્માં દર્શાવેલ નંબર અને તારીખનું જ) રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ-ક ના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહિં. અંગ્રેજીમાં Annexure-A (જે કેન્દ્ર સરકારની ભરતી કે સંસ્થાઓ માટે છે) તે માન્ય રાખવામાં આવશે નહીં. પરણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓની માતા-પિતાના આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહિ.
(5) શારીરિક અશક્ત ઉમેદવારોના કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના તા:૦૧.૧૨.૨૦૦૮ ના પરિપત્ર મુજબનું નિયત નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ / સિવિલ સર્જન /મેડીકલ બોર્ડ દ્વારા આપેલ પ્રમાણપત્ર
(6) માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુકની નકલ
(7) પરિણીત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર/ અટક અથવા નામ બદલાવેલ હોય તો તે અંગેના જાહેરનામાની નકલ
(8) વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુન: લગ્ન ન કર્યા અંગેના સોગંદનામાની નકલ
(9) વર્ગ-૩ ની જાહેરાત માટે રમતગમતના પ્રમાણપત્ર (જાહેરાતમાં દર્શાવેલ હોય તે નમૂનામાં)
(10) સ્નાતક (બધાં જ વર્ષ/ સેમેસ્ટરના ગુણપત્રક )
(11) સ્નાતક પદવી પ્રમાણપત્ર
(12) અનુસ્નાતક (બધાં જ વર્ષ/ સેમેસ્ટરના ગુણપત્રક ) (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(13) અનુસ્નાતક પદવી પ્રમાણપત્ર (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(14) તબીબી, દંત વિષયક અને પશુચિકિત્સા વિષયક જાહેરાતો માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(15) જે જાહેરાતમાં કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જરૂરી હોય ત્યાં સંબંધિત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે નોંધણી પ્રમાણપત્ર (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(16) પીએચડી પદવી પ્રમાણપત્ર (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(17) નેટ/સ્લેટ પ્રમાણપત્ર (જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો)
(18) વિદેશની યુનિવર્સિટી માંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ
125/2016-17
3 | Page