Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-
૧૯૭૪ માં વિનિયમ ૨૪(૧) ની નવી
જોગવાઇ દાખલ કરવા અંગે.

ગુજરાત સરકાર,

શિક્ષણ વિભાગ,

ઠરાવ ક્રમાંક:મશબ/૧૨૧૯/૦૧૪/છ.

સચિવાલય, ગાંધીનગર

તારીખ ૦૧/૦૯/૨૦૨૦

વંચાણે લીધાઃ

(૧) સામાન્ય વહિવટ વિભાગનો તા.૨૦/૦૯/૧૯૬૭ નો ઠરાવ નંબર:ઠનપ/૧૧૬૭/૬
(૨) સામાન્ય વહિવટ વિભાગનો તા.૩૦/૦૯/૨૦૦૬ નો ઠરાવ ક્રમાંક:પરચ/૧૦૨૦૦૫/
૧૫૩૨/૬.
(૩) શિક્ષણ વિભાગનો તા.૦૧/૦૯/૨૦૦૭નો ઠરાવ ક્રમાંક:બમશ/૧૩૦૪/૧૯૩૪/ગ.
(૪) ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરનો તા.૦૯/૧૦/૨૦૧૯ નો પત્ર ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૧૯/૩૪૮૮-૯૦
(૫) ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરનો તા.૨૮/૦૭/૨૦૨૦નો પત્ર ક્રમાંક:મઉશબ/સંશોધન/૨૦૨૦/૨૦૬૦-૬૧.

આ મુખ-

સામાન્ય વહિવટ વિભાગના વંચાણે લીધેલ આમુખ ક્રમાંક (૧) સામેના તા.૨૦/૦૯/૧૯૬૭ ના ઠરાવથી રાજ્યના સરકારી કર્મચારીઓ માટે હિન્દીની પરીક્ષા પાસ કરવાનું ઠરાવેલ છે. તેમજ સામાન્ય વહિવટ વિભાગના વંચાણે લીધેલ આમુખ ક્રમાંક (૨) સામેના તા.૩૦/૦૯/૨૦૦૬ ના ઠરાવથી રાજ્ય સરકારની ઇ-ગર્વનન્સ નીતિ અન્વયે સીધી ભરતી/બઢતી અન્વયે વર્ગ-૩ ના કર્મચારીઓ માટે CCC અને વર્ગ-૧ અને વર્ગ-૨ ના કર્મચારીઓ માટે CCC+ "કોમ્પ્યુટર કૌશલ્ય" ની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે જોગવાઇ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ આમુખ ક્રમાંક (૩) સામેના તા.૦૧/૦૯/૨૦૦૭ ના ઠરાવથી રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી/ઉચ્ચત્તર પગાર ધોરણ માટે પાત્ર થનારા કર્મચારીઓ માટે તાત્કાલિક અસરથી ખાતાકીય પરીક્ષાની જોગવાઇ દાખલ કરવામાં આવેલ હતી. જે ધ્યાને લઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વંચાણે લીધેલ ક્રમાંક (૪) અને (૫) સામેના પત્રોથી રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ યોજના માટે હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય(CCC)

સફ્તાર ૩૭