Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesઝીંગા ઉછેર દવારા વધારાની આવક
શ્રી નાથાભાઈ સોમાભાઈ સંધાણી
ગામ- મોટીમોલડી, તાલુકો-ચોટીલા
જીલ્લો- સુરેન્દ્રનગર, ગુજરાત,
મો.૦૯૯૦૯૮૭૬૦૫૧
| વિગત | અભિગમની વિગત: |
|---|---|
| ઉંમર : ૪૨ વર્ષ |
શ્રી નાથાભાઈ સોમાભાઈ સંધાણી એ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના મોટીમોલડી ગામના પ્રગતીશીલ ખેડુત છે. તેમની પોતાની ૮ હેકટર જમીન છે. જે ખાડા ટેકરાવાળી છે. જેથી તેઓએ પહેલા તેમની જમીનને ટેરેસીંગ પધ્ધતિથી સમથળ કરી ઋતુ પ્રમાણે પાકો જેવા કે, કપાસ, ઘઉં, મરચા, ઉનાળું બાજરો વગેરેનું વાવેતર શરૂ કર્યુ. ત્યારબાદ તેમણે આશરે ૨૭,૦૦,૦૦૦ લીટર પાણીની સંગ્રહ શકિત ધરાવતું પાકુ તળાવ પિયત માટે બનાવ્યું. જયારે તેઓ કેવીકે ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેઓ કેવીકેના વૈજ્ઞાનીકોના માર્ગદર્શન પ્રમાણે પાકો વાવતા અને તેની માવજત કરી મબલખ ઉત્પાદન મેળવતા થયા. જે બદલ તેમને વર્ષ ર૦૦૯ માં ઘઉંની વૈજ્ઞાનીક ઢબે ખેતી માટે સરદાર સ્મૃતિ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યાં અને તેમને કેવીકેની વૈજ્ઞાનીક સલાહકાર સમીતીની બેઠકના સભ્ય તરીકે નીમવામાં આવ્યા. કેવીકેના વૈજ્ઞાનીકો સાથેની ચર્ચા બાદ તેમણે તેમના પાકા તળાવમાં ઝીંગા ઉછેરનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં તેઓએ ૩૦,૦૦૦ જેટલા ઝીંગાના સીડસનો તેમના પાકા તળાવમાં ઉછેર કર્યો. ત્યાનરબાદ બે વર્ષ પછી જયારે ઝીંગાનું વજન આશરે ૪૦૦ થી ૪૫૦ ગ્રામ જેટલું થયું ત્યાંરે તેમણે ૫૦ થી ૭૦ રૂપીયા પ્રતિ કીલોએ ઝીંગાનું વેચાણ કર્યુ અને અંદાજીત ૧.૫૦ થી ૨.૦૦ લાખ રૂપિયાની ખેતી સાથે વધારાની આવક તેમણે મેળવી. |
| શિક્ષણ: બી. ટેક (એગ્રી.) | |
| જમીન: ૮ હેકટર | |
| ખેતીનો અનુભવ: ૧૫ વર્ષ | |
| મુખ્ય પાકો: ખરીફ-કપાસ, રવી- જીરૂ | |
| પશુધન : ભેંસ |