Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

COVID-19 ની મહામારીને અનુલક્ષીને
રાજયની કોલેજ/યુનિવર્સિટી માટેની
પરીક્ષાઓનું આયોજન કરવા, આગામી
શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા અને
શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબત

ગુજરાત સરકાર

શિક્ષણ વિભાગ

ઠરાવ ક્રમાંક: કરન/૧૦૨૦૨૦/૦૬૦૫૨૦૨૦/ખ-૧

સચિવાલય, ગાંધીનગર.

તા. ૦૩/૦૬/૨૦૨૦

આમુખ:

COVID-19 ની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે જેને અનુલક્ષીને કોલેજ/યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય હાલમાં સંપૂર્ણપણે બંધ છે. COVID-19 ની મહામારીને ધ્યાને રાખીને કોલેજ/યુનિવર્સિટીઓની પરીક્ષાઓ, આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સંબંધે શિક્ષણ વિભાગના તા. ૨૪/૦૫/૨૦૨૦ ના સમાનાંકી ઠરાવથી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. હાલની COVID-19 ની મહામારીના કારણે વિદ્યાર્થીઓ તરફથી ઉપર્યુક્ત વિષય અન્વયે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. સદર બાબતે રાજ્યમાં આવેલી તમામ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ સાથે માન. શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં તથા માન. રાજ્યકક્ષાના મંત્રી, ઉચ્ચશિક્ષણની ઉપસ્થિતિમાં તા. ૨૯-૦૫-૨૦૨૦ ના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને કુલપતિશ્રીઓ સાથે આ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ હકીકતોને ધ્યાનમાં લઇને ગુજરાત રાજ્યની કોલેજ/યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રક્રિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની બાબતે કેટલીક સ્પષ્ટતાઓ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:

કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્યની કોલેજ/યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રક્રિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવા નીચે પ્રમાણેની સુચનાઓ ઠરાવવામાં આવે છે.

(૧) ઇન્ટરમીડીએટ સેમેસ્ટર ૨, ૪, ૬ (જ્યારે સેમેસ્ટર ૬ ઇન્ટરમીડીએટ હોય ત્યારે) ના વિદ્યાર્થીઓને Merit Based Progression આપવાનું હોઈ પરીક્ષા ફી પરત આપવા વિદ્યાર્થીઓ તરફથી માંગણી કરવામાં આવી છે. આથી Merit Based Progression ના કિસ્સામાં તે સેમેસ્ટરની પરીક્ષા ફી આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી તરીકે મજરે આપવાની રહેશે.

(૨) વિદ્યાર્થીઓ તરફથી એવી રજૂઆત થયેલ છે કે કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા હોય કે પરીક્ષાના દિવસે COVID-19 ના લક્ષણો દેખાય કે કોરોના સંક્રમિત થયેલ હોવાનું જણાય કે અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી આવી શકે તેમ ન હોય તો ફક્ત તેવા