Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

૬. ઇન્ટરવ્યુ

પોલીસ સબ ઇન્સ્પેકટર બિન હથિયારી માટે ૫૦ ગુણનું અને મદદનીશ સબ ઇન્સ્પેકટર બિન હથિયારી માટે ૧૫ ગુણનું ઇન્ટરવ્યુ રહેશે.. (જે બંન્ને મૌખિક ઇન્ટરવ્યુ અલગ-અલગ લેવામાં આવશે)

(અ) ઇન્ટરવ્યુમાં ઉમેદવારની એકંદરે ક્ષમતા ચકાસવામાં આવશે જેમાં સામાન્ય જ્ઞાન / વર્તમાન પ્રવાહો/
બુધ્ધિક્ષમતા / મનોવૈજ્ઞાનિક વિશ્લેક્ષણ ક્ષમતા અને પ્રશ્નપત્ર-૪ માં દર્શાવેલ કાયદાઓ બાબતના
પ્રાથમિક જ્ઞાનને લગતા વિષયો લક્ષમાં લેવાશે.

(બ) વિશેષ ગુણ ભારાંક:-

દરેક ઉમેદવારને પોલીસ સબ ઇન્સ્પેકટર બિન હથિયારીના ઇન્ટરવ્યુના ૫૦ ગુણમાંથી અને
મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેકટર બિન હથિયારીના ઇન્ટરવ્યુના ૧૫ ગુણમાંથી ઇન્ટરવ્યુ કમિટિને યોગ્ય
લાગે તેટલા ગુણ આપવામાં આવશે ત્યાર બાદ વધારામાં નીચે મુજબના વિશેષ ગુણ મળવાપત્ર થશે.

(i) એન.સી.સી. નું સી સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના બે ગુણ આપવામાં આવશે.

(ii) સરકારશ્રી ગૃહવિભાગના તા.૦૭/૦૭/૨૦૧૧ ના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૩૫/એમએચકે/
૧૦૨૦૧૦/૩૩૫/સી માં કરેલ જોગવાઇ મુજબ રક્ષા શકિત યુનિર્વસિટી ધ્વારા અપાતા
પ્રમાણપત્ર મેળવેલ હશે તેમને પોલીસ સબ ઇન્સ્પેકટર બિન હથિયારીમાં નિયમોનુસાર વધુ ગુણ
આપવામાં આવશે.

6