Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

*પ્રેસ નોટ *

તા. ૧૬-૦૬-૧૭

સહકારની અપેક્ષા

ગુજરાત સાહિત્ય અકાદમીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની અવગણના કરી ગેરબંધારણીય અકાદમીના અધ્યક્ષપદને સ્વીકાર્યા પછી તેઓ જે રીતે આગળ વધવા ઈચ્છે છે એનો એક સંકેત એમણે વિશ્વકોશ ખાતે અકાદમીના ઉપક્રમે સાહિત્યસેવીઓની તા. ૧૮મી જૂનની મિલનગોષ્ઠી માટે પાઠવેલ નિમંત્રણમાંથી મળી રહે છે. એમણે લખ્યું છે કે સ્વાયત્તતા અને એવા અકારણ વિવાદાસ્પદ મુદ્દાને બાજુ પર રાખીને ચર્ચા કરીશું. ગુજરાતી સાહિત્ય પરિષદ આ વલણની ગંભીર નોંધ લે છે કેમકે ઉમાશંકર-દર્શકના અથાક પ્રયાસો પછી આપણે ત્યાં સ્વાયત્ત અકાદમીનું જે મૂલ્ય સ્થપાયું હતું એને એથી વિવાદાસ્પદ ગણાવાયું છે. ચિંતાનો મુદ્દો એ પણ છે કે અધ્યક્ષની પરબારી નિમણૂક દ્વારા અને ચૂંટણીપ્રક્રિયાની નાબૂદી દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી વર્તમાન કે ભવિષ્યની કોઈ પણ સરકારના પ્રચારનું કેવળ માધ્યમ બની જઈ શકે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ લોકતંત્રના મૂલ્યની ખેવના કરતી હોઈ આ સંભાવના વિશે સંબંધિત સૌને ચેતવે છે અને સ્વાયત્તતા જેવા બુનિયાદી મૂલ્યને વિવાદાસ્પદ તેમજ અકારણ ગણાવવાની તર્કહીન ચેષ્ટા પરત્વે ઉગ્ર વિરોધ નોંધાવવા સાથે અકાદમીની સ્વાયત્તતામાં માનતા સૌ નિમંત્રિતોને સૂચિત મિલનગોષ્ઠીમાં સામેલ નહીં થવા અનુરોધ કરે છે.

પ્રમુખ, મહામંત્રી,

ગુજરાતી સાહિત્ય પરિષદ.