Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1
Gujarat Police logo
Gujarat Police logo

પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી
નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર
ફોનનં-૦૭૯-૨૫૭૧૦૦૭૪ E-polstn-narol-ahd
@gujarat.gov.in
પોલીસ કંટ્રોલરૂમ ટેલીફોન નંબર–૦૭૯-૨૫૬૨૭૫૧૦

eGujCop logo
eGujCop logo

પ્રેસનોટ

-x નારોલ પોલીસ સ્ટેશન x-

ખુનનો અનડીટેક ગુનો ડીટેકટ કરી બે આરોપીઓને પકડી પાડતી નારોલ પોલીસ

મે. પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિ.શ્રી સેકટર-૨ સા.શ્રી તેમજ ના. પો.કમિ.શ્રી, ઝોન-૬ સા.શ્રી તેમજ ઇન્ચાર્જ મદદનીશ પો.કમિ.સા.શ્રી "કે" ડીવીઝન અમદાવાદ શહેર નાઓએ શરીર સબંધી ગંભીર પ્રકારના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અને માર્ગદર્શન હેઠળ નારોલ પોલીસ સ્ટેશન અ.મોત નં.૬૯/૧૮ સી.આર.પી.સી. કલમ.૧૭૪ મુજબના કામે ગઈ તા.૦૭/૧૦/૨૦૧૮ ના રોજ સદાની ધાબી કેનાલ પાસે મોહમદ સાજીદ મોહમદ ઉંમર શેખ ઉ.વ.૨૫ નાને ઈજા થવાથી મરણ ગયેલ હોય જેની સઘન તપાસ પો.ઈન્સ.શ્રી આર.એ.જાદવ સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. ડી.આર.રાવ તથા અ.હે.કો રસીદખાન સામતખાન તથા પો.કો. અશ્લમબેગ નશરૂબેગ તથા પો.કો. યોગેશકુમાર ભગવતપ્રસાદ તથા પો.કો. વિજયસિંહ લાખુભા તથા પો.કો.હરદિપસિંહ વિજયસિંહ તથા બીજા સ્ટાફના માણસો મારફતે ખાનગી રાહે તપાસ કરી કરાવતા મરણ જનાર મોહમદ સાજીદ મોહમદ ઉમર શેખ નાનુ આરોપીઓ યાકુબ સન/ઓફ કમાલભાઇ જાતે શેખ ઉ.વ.૨૯ રહે. મ.નં.એ/૮ ગોસપાર્ક નુરનગર પાસે ગોલ્ડન ૯ વટવા અમદાવાદ શહેર તથા ફિરોજખાન સન/ઓફ મહેમુદખાન દોશમોહમદખાન જાતે પઠાણ ઉ.વ.૩૩ ધંધો-કન્ટ્રકશન રહે. મ.નં.૪૧ પતરાવાળા મકાન ખ્વાજા નગર પમ્પીંગ સ્ટેશનની સામે આકૃતિ ટાઉનશીપની પાછળ નારોલ અમદાવાદ શહેર મુળ વતન:ગામ બુઝરકા તા:મણીહાન જી. જોનપુર યુ.પી. નાઓએ જુની અદાવત રાખી વોન્ટેડ આરોપી સાથે મળી પોતાની પાસેના તમંચા જેવા હથિયાર વડે ફાયરીંગ કરી ખુન કરેલ હોય જે ખુનનો ગુનો ડીટેકટ કરી નારોલ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૫/૧૯ ધી ઈ.પી.કો. કલમ ૩૦૨,૨૦૧,૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ.૨૫(૧)(બી)(એ) મુજબનો ગુનો દાખલ કરી બે આરોપીઓને પકડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તા.૨૫/૦૮/૨૦૧૯