Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સઃ ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૮/૨૦૧૫ બુધવાર
અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૧૬૨૯/૧૫

ગેરકાયદેસરની દેશી બનાવટની રીવોલ્વર તથા એક કારતુસ સાથે એક ઇસમને ઝબ્બે કરતી
એસઓજી અમદાવાદ શહેર

નાયબ પોલીસ કમિશ્નર શ્રી દિપેન ભદ્રન સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા
મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી.સી.સોલંકી સાહેબ એસ.ઓ.જી. ક્રાઇમ અમદાવાદ શહેર તથા પોલીસ
ઇન્સ્પેકટર શ્રી બી.ડી.જાડેજા સાહેબ નાઓએ શહેરમાં આગામી સ્વતંત્રદિન અનુસંધાને ગેરકાયદેસર હથિયારના
ગુનાઓ શોધી કાઢવા તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા સુચના કરેલ. જે સુચના
આધારે પોસઇ શ્રી સી.બી.ગામીત તથા પોસઇ શ્રી પી.બી.દેસાઇ સાહેબ નાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં
હતા. દરમ્યાન ફરતા ફરતા સરખેજ ચાર રસ્તા ખાતે જાહેર રોડ ઉપર આવતા સાથેના પો.કો.ચેતનકુમાર
રામુભાઇ તથા પો.કો.અનવરખાન પીરખાન નાઓએ સંયુક્ત બાતમી હકીકત આધારે સરખેજ ચાર રસ્તા ખાતે
વોચ કરતા મનોજ પ્રતાપભાઇ જાદવ (કોળી પટેલ) ઉ.વ.૨૦ ધંધો: મજુરી કામ રહે, ગામ: ચિયાડા, કોળી પટેલ
વાસ, બસ સ્ટેન્ડ પાસે, તા.બાવળા, જી.અમદાવાદ નો મળી આવેલ. જેની અંગઝડતી માંથી દેશી બનાવટની
રીવોલ્વર કિ.રૂ.૨,૦૦૦/- તથા કારતુસ નંગ-૧ કિ.રૂ.૧૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ. જેથી સદરહું આરોપીને
અટક કરી તેના વિરુધ્ધમાં હથિયારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. સદર આરોપી અગાઉ બાવળા
પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. સદરહું આરોપી આ સિવાય અન્ય કોઇ ગુનામાં
સંડોવાયેલ છે કે કેમ? તે બાબતે તેમજ અગાઉ બીજા કોઇ હથિયારોની હેરાફેરી કરેલ છે કે કેમ? તે બાબતેની
આગળની વધુ તપાસ એસ.ઓ.જી. ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.

Print to PDF without this message by purchasing novaPDF ( http://www.novapdf.com/ )

1