Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

C 1647

ક્રમાંક/કવટ/૨૦૧૯-૨૦/ ૦૨૬૧
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી,
ડૉ.જીવરાજ મહેતા ભવન,
બ્લોક નં-૧૨, બીજો માળ,
ગુજરાત- ગાંધીનગર,
તા. ૧૦/૦૭/૨૦૧૯

પ્રતિશ્રી,
આચાર્યશ્રી,
સરકારી/બિનસરકારી અનુદાનીત કોલેજો,
તમામ.

વિષય: સરકારી/બિનસરકારી અનુદાનીત કોલેજો દ્વારા સ્કોપની પરીક્ષા ફી લેવા બાબત..

ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, સ્કોપ(સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનીટિ થ્રુ
પ્રોફિસીયન્સી ઇન ઇંગ્લીશ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અંગ્રેજી તાલીમ માટેની સંસ્થા છે.
કોલેજમાં ભણતા વિધાર્થીઓ માટે અંગ્રેજીની આવડત વધે તે આજના સ્પર્ધાત્મક યુગમાં જરૂરી બન્યું છે.
સરકારી/બિનસરકારી અનુદાનીત તેમજ સ્વ-નિર્ભર કોલેજો સ્કોપનો કાર્યક્રમ ચલાવી શકે અને આ રીતે
કોલેજના વિધાર્થીઓ સ્કોપની પરીક્ષા આપીને કેમ્બ્રિજ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની તક આપી
શકશે. સ્કોપ દ્વારા A, B, C(CPT/BULATS) એમ ૩ લેવલની પરીક્ષા લેવામાં આવે છે. કોલેજોની અંદર
લેંગ્વેજ લેબોરેટરી ન હોય તો પણ Only Assessment Scheme (OAS) નો લાભ લઇ તમામ વિધાર્થીઓ
ખૂબ જ ઓછી ફી માં આ પરીક્ષા આપી શકે છે. સ્કોપ નું સર્ટિફિકેટ મેળવનાર વિધાર્થીઓને પોતાની
ભવિષ્યની વ્યવસાયિક કારકિર્દીમાં પણ ફાયદો થાય છે.

સ્કોપ દ્વારા (OAS) યોજનાઓ હેઠળ લેવાતી ફી નું માળખું આ સાથે સામેલ છે. તમામ કોલેજો
વિધાર્થીઓની સત્ર ફી ની સાથે સ્કોપની ફી પણ લઇ શકશે. સ્કોપ વિશે વધારે વિગત સ્કોપની વેબસાઇટ
www.scopegujarat.org પર જોઇ શકશે.

આપનો વિશ્વાસુ

(Handwritten Signature)
(એલ.પી.પાડલીયા)
કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ કચેરી
ગુ.રા.,ગાંધીનગર.