Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales૧૫૮
શૂન્યાવકાશ
હતું. એટલે શ્વેતા અને આકાશ, ક્ષિતિજ માટે ટિફિન લઈ કૌમુદી ઘરેથી પાછી આવી ત્યારે બંને મિત્રો બહાર કમ્પાઉન્ડમાં બેઠા હતા...” ચાલો હવે તમે બંનેએ ખૂબખૂબ વાતો કરી લીધી. તમારે બંને માટે ટીફીન લઈને આવી છું.
કૌમુદીબહેન મને જમવાની જરાય રુચિ નથી એમ કરો. ક્ષિતિજભાઈ અને શ્વેતાને જમાડી લો. હું અહીંયા બેઠો છું. આકાશે કહ્યું. ત્યારે ક્ષિતિજ બોલ્યો.
“અરે! એમ તે કાંઈ ચાલે યાર... જેટલું ભાવે તેટલુ ખાજે.... કૌમુદી જા જરા રૂમમાં જઈને જોઈ આવ કે શ્વેતા જાગે છે કે પછી ઘેનમાં સૂઈ રહી છે? બહુ બહુ બકવાટ કર્યે રાખ્યો છે. એટલે થાકી ગઈ હશે....”
જેવી કૌમુદી અંદર ગઈ કે તરત જ ચીસ પાડીને બહાર દોડી આવી...
– આ ચીસ સાંભળીને ક્ષિતિજ, આકાશ, ધ્રુવ વગેરે શ્વેતાની રૂમમાં અંદર દોડી ગયા...
– “હું તો મારે એકલી, એકલી જવાની હોં....” કહ્યા પ્રમાણે શ્વેતા સફેદ ચમકતા સિતારોઓની વચ્ચે ક્યાંક ક્યાંક દૂર દૂર આકાશમાં સરી ગઈ હતી.. આ દુનિયાને છેલ્લી સલામ કરીને પોતાની અનોખી દુનિયામાં પહોંચી ગઈ હતી.
– ફોન કર્યો એટલે દોડતા આવી પહોંચેલા ડોકટર ખાનપુરાએ શ્વેતાની નાડી બરાબર તપાસીને પૂરી ખાતરી કરીને પછી “શી ઈઝ નો મોર...” કહી જાહેર કર્યું. તે સાંભળી આકાશ બેભાન થઈ ગયો.
– ફેમિલી ડોકટર ખાનપુરા સાહેબ જતા રહ્યા...
– શ્વેતા સરી ગઈ...
સ્નેહા અને શ્વેતા સરી ગયાં
૧૫૯
– પોતાના જીવનબાગનું છેલ્લું કુસુમ પણ કરમાઈ ગયું - વિલાઈ ગયું... પોતાની જિંદગી લગભગ ખેદાનમેદાન થઈ ગઈ. તે જોઈને આકાશ ચિતભ્રમ બની ગયો... કોઈપણ જાતના શબ્દો બોલ્યા વગરનો આકાશ હાવભાવવિહિન આકાશ.
– સુરત શહેરની સામે નદીકિનારા પરના કોઈ સ્મશાનમાં ક્ષિતિજ, કૌમુદી તેમજ બીજા બધાંની મદદથી આકાશે શ્વેતાની અંતિમક્રિયા વિધિ પતાવી દીધી.
– સુરત શહેરની જાણીતી “સ્ત્રી ઉત્થાન મહિલા મંડળ સેવા સમાજનાં કાર્યાલયે અને મંડળની બધી બહેનો પોતાની બહેન-મા સમાન શ્વેતાના અવસાનથી ખૂબખૂબ દુઃખી હતી. મીરાબહેને જ્યારે આકાશને રૂા. ૩૦,૦૦૦/- (ત્રીસ હજારનો) ચેક આપતાં કહ્યું કે...” લો ભાઈ આ શ્વેતાબેને છેલ્લા સાત આઠ વર્ષથી પોતાના પગારમાંથી બચત કરી છે તે જમા થયેલ રકમ.. આ રકમ તેમની વાતચીત પ્રમાણે તમને અને તમારા બાળકોને માટે આપવાનું કહ્યું છે... ત્યારે....
આકાશ.... વળી પાછો રડી પડ્યો...
વડોદરા, ડાકોર તેમજ બીજા બધા સ્નેહી સગવહાલાને શ્વેતાના અવસાનના સમાચાર પહોંચાડી દીધા... બધું પતાવીને ક્યાંય પણ જવું નથી. હવે મારે તો મારા ઘરે ડાકોર જ જવું છે... તેવું કહીને ક્ષિતિજ, કૌમુદી, ધ્રુવ પાસેથી હૃદયદ્રાવક વિદાય લઈને પડી ભાંગેલો હતાશ નિરાશ થયેલો આકાશ પોતાના વતન ડાકોર રણછોડજીના ધામ તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે સુરત શહેરમાં પોતાનું બધું જ સર્વસ્વ લૂંટાઈ જવાથી પોતે બરબાદ થઈ જવાથી આકાશનું હૈયું પારાવાર રડી રહ્યું હતું.
✿