Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

હિમેટુરિયા (પેશાબ વાટે લોહી પડવું)

તમારે શું જાણવું જોઇએ

  • લક્ષણો
  • પેશાબમાં લાલ રકત કણોની સંખ્યા
  • અમુક પ્રકારની કીમોથેરપી
  • મૂત્રાશયના કૅન્સર, મૂત્ર માર્ગની લાઇનિંગ (પડ)નું કૅન્સર અથવા લિંચ સિન્ડ્રોમનો પારિવારિક ઇતિહાસ હોય
  • કાર્યસ્થળે બેન્ઝિન અથવા ઍરોમેટિક એમાઇન્સ જેવા રસાયણોનું વિગોપન (સંસર્ગ)
  • લાંબા સમય સુધી તમારા મૂત્ર માર્ગમાં કૅથેટર રહેવું

હિમેટુરિયાનું પરીક્ષણ કેવી રીતે થાય છે?

દરેક વ્યક્તિ માટે કયા પ્રકારના પરીક્ષણની જરૂર છે તેનો નિર્ણય લેવા માટે ડૉક્ટરો જોખમો વિશેની માર્ગદર્શિકાનો ઉપયોગ કરે છે. ઓછું જોખમ ધરાવતી વ્યક્તિ ઘણા બધા પરીક્ષણો ટાળી શકે છે કારણ કે તેને કૅન્સર થવાનું જોખમ ઓછું હોય છે. ઉચ્ચ જોખમ ધરાવતી વ્યક્તિને વધુ ઊંડાણ સાથેના પરીક્ષણની કરાવવાની જરૂર પડે છે.

ઓછા જોખમનું પરીક્ષણ. ઓછું જોખમ ધરાવતા દર્દીઓને જવલ્લે જ કૅન્સર થતું હોવાથી, ડૉક્ટરો સંભવતઃ વધુ પરીક્ષણો કરાવવાના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરશે. એક સામાન્ય વિકલ્પ એ છે કે 6 મહિનાની અંદર પેશાબ પરીક્ષણનું પુનરાવર્તન કરવું. જો તે પરીક્ષણ પેશાબમાં લોહી બતાવે, તો પછી વધુ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે. જો પુનરાવર્તિત પરીક્ષણમાં લોહી મળી આવતું નથી, તો પછી દર્દીને ફક્ત લક્ષણો માટે ધ્યાન રાખવું પડે છે.

વચગાળાના જોખમનું પરીક્ષણ. દર્દીઓ જેઓને કહેવામાં આવે છે કે તેમને વચગાળાનું જોખમ છે તેઓને મૂત્રાશયની તપાસ માટે સિસ્ટોસ્કૉપિની પ્રક્રિયા અને મૂત્રપિંડની તપાસ માટે રીનલ અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની ભલામણ કરવામાં આવશે.

ઉચ્ચ જોખમ પરીક્ષણ. જેઓ ઉચ્ચ જોખમ ધરાવતા હોય છે તેઓને અવારનવાર મૂત્રાશયની તપાસ માટે સિસ્ટોસ્કૉપ વડે પરીક્ષણ કરાવવાનું અને મૂત્રમાર્ગની લાઇનિંગ (પડ)ની તપાસ માટે પેટ અને પેલ્વિસની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT કૅન) કરાવવાનું થાય છે. CT કૅન અને અલ્ટ્રાસાઉન્ડ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે CT કૅન મૂત્રપિંડ અને મૂત્રવાહિનીમાંથી નાની અસાધારણતા શોધી શકે છે જે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ચૂકી જઇ શકાય.

હિમેટુરિયાની સારવાર કેવી રીતે થાય છે?

પેશાબમાં લોહી આવવા સાથેના મોટાભાગના દર્દીઓને કોઇ મોટી સમસ્યા હોતી નથી. હકીકતમાં, ઘણા લોકો માટે, કારણ જાણીતું નથી. વધુ ગંભીર સ્થિતિ ધરાવતા એવા દર્દીઓમાં, આ વહેલી તકે શોધાવાથી જીવન બચાવી શકાય છે. જો ખાસ કરીને તમારા પેશાબમાં લોહી દેખાય તો આ તારણોને અવગણવા નહીં અને પરીક્ષણ કરાવવા અતિમહત્ત્વપૂર્ણ છે.

યુરોલૉજિ કેર ફાઉન્ડેશન વિશે

યુરોલૉજિ કેર ફાઉન્ડેશન વિશ્વનું અગ્રેસર યુરોલૉજિક ફાઉન્ડેશન છે – અને અમેરિકન યુરોલૉજિકલ અસોસિએશનનું સત્તાવાર ફાઉન્ડેશન છે. અમે જેઓ તેઓના યુરોલૉજિક સ્વાસ્થ્યને સક્રિય રીતે સંચાલિત કરે છે અને જેઓ સ્વાસ્થ્યમાં ફેરફારો કરવા તૈયાર છે તેઓને માહિતી પૂરી પાડીએ છીએ. અમારી માહિતી અમેરિકન યુરોલૉજિકલ અસોસિએશનના સંસાધનો પર આધારિત છે અને તબીબી નિષ્ણાતો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે. વધુ જાણકારી માટે, યુરોલૉજિ કેર ફાઉન્ડેશનની વેબસાઇટ

UrologyHealth.org/UrologicConditions ની મુલાકાત લેવી, અથવા તમારી નજીકમાં જ ડૉકટર શોધવા માટે UrologyHealth.org/FindAUrologist પર જાઓ.

દાવોત્યાગ વિધાન:

આ માહિતી સ્વ-નિદાનનું સાધન નથી અથવા વ્યવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. તે હેતુ માટે તેનો વપરાશ કરવો નહીં અને તેના પર આધાર રાખવો નહીં. મહેરબાની કરીને તમારા યુરોલૉજિસ્ટ અથવા આરોગ્ય કાળજી પ્રદાતા સાથે તમારી આરોગ્ય ચિંતાઓ વિશે વાત કરવી. દવાઓ સહિતની કોઈપણ સારવારો તમે શરૂ કરો કે બંધ કરો તે પૂર્વે હંમેશાં આરોગ્ય કાળજી પ્રદાતા સાથે પરામર્શ કરવો. અન્ય યુરોલૉજિક સ્થિતિઓ વિશેની મુદ્રિત અને અન્ય સામગ્રીઓની નકલો માટે UrologyHealth.org/Order ની મુલાકાત લેવી અથવા 800-828-7866 પર કૉલ કરવો.

Urology
Care
FOUNDATION™

અહીંના વિશ્વસનીય નિષ્ણાતો દ્વારા સંચાલિત

Seal of the American Urological Association, founded in nineteen hundred
Seal of the American Urological Association, founded in nineteen hundred

American
Urological
Association

યુરોલૉજિ કેર ફાઉન્ડેશન | UrologyHealth.org

Facebook icon
Facebook icon
Twitter icon
Twitter icon
Instagram icon
Instagram icon
Pinterest icon
Pinterest icon

@UrologyCareFdn

©2023 યુરોલૉજિ કેર ફાઉન્ડેશન. તમામ હકો આરક્ષિત છે.

BladderHealth-Hematuria-FS-2020-Gujarati

QR code linking to UrologyHealth.org for more information
QR code linking to UrologyHealth.org for more information

વધુ જાણકારી મેળવો

QR code for donation
QR code for donation

દાન આપો