Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesરાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન અને નિરાધાર વૃધ્ધ અને અપંગોનો આર્થિક સહાયમાં યોજનામાં ઘણા કિસ્સામાં લાભાર્થીઓનું અવસાન થયા પછી લાભાર્થીઓની એન્ટ્રી ઓનલાઈન ચાલુ હોવાથી દરમાસે ડી.બી.ટી દ્વારા ઓનલાઈન સહાય તેમના બેંક/પોસ્ટ એકાઉન્ટમાં જમા થઈ જાય છે. લાભાર્થીના અવસાન/પાત્રતા ગુમાવનાર લાભાર્થીની એન્ટ્રી જે તે સંબંધિત મામલતદારશ્રીઓની કચેરી દ્વારા સમય મર્યાદા બંધ કરવાની થાય છે. પરંતુ આવી એન્ટ્રી સંબંધિત કચેરીઓ દ્વારા બંધ કરવામાં આવતી નથી. અથવા જે તે પેન્શનર દ્વારા અવસાન/પાત્રતા ગુમાવ્યાં પછી તેમના દ્વારા તેની જાણ મામલતદારશ્રીની કચેરીઓની કરવામાં આવતી નથી. આવા કિસ્સામાં લાભાર્થીઓના અવસાન થયા પછી તેમના બેંક/પોસ્ટ એકાઉન્ટમાં ડી.બી.ટી. દ્વારા સહાય ઓનલાઈન જમા થઈ જાય છે. આવા કિસ્સામાં વધારે જમા થયેલ રકમ મામલતદારશ્રીની કચેરી દ્વારા લાભાર્થીઓ પાસેથી રકમ પરત મેળવવાની થાય છે.
સંદર્ભ-૬થી મામલતદારશ્રીની કચેરી, ઉપલેટા દ્વારા વધારે જમા થયેલ સહાયની રકમનો Niyamak Shree Samaj Surksha Gandhinagar નો રૂ.૧૦૫૦૦.૦૦ નો ડીમાન્ડ ડ્રાફટ અત્રેની કચેરીને મોકલી આપવામાં આવેલ છે. જેની કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવાની રહેતી નથી. જે Demand Draft જે તે કચેરી દ્વારા સરકારશ્રીના બજેટ સદરે જમા કરાવવાની કાર્યવાહી માટે પરત કરવામાં આવે છે.
પરત મેળવેલી રકમ સરકારશ્રીની નીચેના બજેટ સદરે જમા કરવાની થાય છે.
| Consolidated Fund | Revnue | |
|---|---|---|
| Receipts Heads | Revnue Account | |
| Sector | B :Non Tax Revnue | |
| Sub Sector | (c) : Other Non Tax Revnue | (ii) Social Services |
| Major Head | 0235 | Social Security And Welfare |
| Sub Major Head | 60 | Other Social Security and Welfare programmes |
| Minor Head | 800 | Other Receipts |
| Sub Head | 04 | Other Receipts |
| Budget Head | 0235 60 800 04 | |
આથી સંબંધિત કચેરીઓને સુચના આપવામાં આવે છે કે વધારે જમા થયેલ સહાય કે પરત આવેલ સહાયની રકમ ઉપરોક્ત બજેટ સદરે જમા કરવાની ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે. આવી પરત મેળવેલી કે પરત આવેલી રકમનો ચેક/ડીમાન્ડ ડ્રાફટ અત્રેની કચેરી મોકલવો નહીં. સરકારશ્રીમાં જમા કરેલ સહાયની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે.
નિયમક
સમાજ સુરક્ષા ખાતું
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
બિડાણ:-Receipts Head
સવિનય નકલ રવાના.
▸ નાયબ સચિવશ્રી(સમાજ સુરક્ષા), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગરને જાણ સારૂ રવાના.
100 E/BACK UP /Old Pension branch /Desktop/Year-18-19/Director letter