Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesસરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા
સફલ પેલ્યુડની સામે, અશ્વરાજ બંગ્લોઝ પાછળ, કોર્પોરેટ રોડ
પ્રહલાદનગર ગાર્ડન પાસે, પ્રહલાદનગર, અમદાવાદ ૩૮૦ ૦૧૫
ફોન: (૦૭૯) ૨૬૯૧ ૯૯૦૦ ફેક્ષ: (૦૭૯) ૨૬૯૧ ૯૯૪૫
www.spipa.gujarat.gov.in
યુપીએસસી સિવિલ સર્વિસીઝ સ્પર્ધાત્મક પરીક્ષા જોગ
સ્પીપા, અમદાવાદ દ્વારા ગુજરાત કોમર્સ કોલેજ,
અમદાવાદ ખાતે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર
દ્વારા યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૧૬
માં સફળ થયેલા ઉમેદવારો માટે સીવીલ સર્વિસીઝ (IAS, IPS,
IFS etc.) ની પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યુ) માટેની તૈયારી સારૂ
તાલીમવર્ગ વિનામૂલ્યે શરૂ કરવામાં આવેલ છે. તેમજ લાયબ્રેરી,
રીડીંગરૂમ (૨૪ કલાક) અને વાઇફાઇની સવલત પણ વિનામૂલ્યે
આપવામાં આવે છે. વધુમાં પુરૂષ ઉમેદવારોને રૂ!.૨૫,૦૦૦/- અને
મહિલા ઉમેદવારોને રૂ!.૩૦,૦૦૦/- સ્ટાઇપેન્ડ પણ આપવામાં
આવશે.
યુ.પી.એસ.સી. દ્વારા માહે ડિસેમ્બર-૨૦૧૬ માં લેવાયેલ
યુપીએસસી સીવીલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષામાં ગુજરાતના
ઉમેદવારો, કે જેઓનું પોસ્ટલ એડ્રેસ ગુજરાત હોય અને તેઓ
ગુજરાતના મૂળ વતની અથવા નિવાસી (domicile) હોય, મુખ્ય
પરીક્ષા ૨૦૧૬ ક્વોલિફાય કરેલી હોય અને આગામી માર્ચ થી મે-
૨૦૧૭ દરમ્યાન યુ.પી.એસ.સી. દ્વારા લેવાનાર પર્સનાલિટી ટેસ્ટ
(ઇન્ટરવ્યુ) માટે ક્વોલિફાઇ થયા હોય અને સ્પીપા દ્વારા
આપવામાં આવનાર ઇન્ટરવ્યુ અંગેની તાલીમનો લાભ લેવા
ઇચ્છતા હોય, તેવા ઉમેદવારોએ સરદાર પટેલ લોપ્રશાસન સંસ્થા
(સ્પીપા), સફલ પ્રિલ્યુડની સામે, અશ્વરાજ બંગ્લોઝની પાછળ,
કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર અમદાવાદ ખાતે રૂબરૂ આવીને
Detailed Application Form (DAF) અને તાલીમ ડિપોઝીટ
રૂ!.૩,૨૦૦/-(રીફંડેબલ) જમા કરાવીને તાલીમવર્ગ માટે દિન-૧૦
માં પ્રવેશ મેળવી શકે છે.
નાયબ મહાનિર્દેશક
સ્પીપા, અમદાવાદ.
ક્રમાંક: સીસપ-તાલીમ/૨૦૧૬-૧૭/ઇન્ટરવ્યુ ૨૦૧૬/૨૭/સ્ટડી