Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesફોન ફેક્સ નંબર-0288-2555853
Toll Free ( Gujarat ) 1800 233 7324
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,
Accredited Grade "A" by NAAC (CGPA 3.28)
પરીક્ષા શાખા
ચાણક્ય ભવન, હોસ્પિટલ રોડ, જામનગર-361 008
Email- drexam@ayurveduniversity.com
Web : www.ayurveduniversity.edu.in
ખૂબજ અગત્યનું/ખાનગી
નં. ૪/પરીક્ષા/૧૯-૨૦/ કંટ્રોલ બોર્ડ/૪૩૯
By Email
તા. ૧૨-૦૩-૨૦૨૦
—પરિપત્ર:—
એક્ઝામિનેશન કંટ્રોલ બોર્ડની તા.૦૩/૦૪-૦૩-૨૦૨૦ની સભામાં કાર્યસૂચિ-૬થી થયેલ નિર્ણય અનુસાર આગામી સમયથી યુનિવર્સિટી દ્વારા લેવાનાર લેખિત પરીક્ષાની કામગીરી માટે ઉત્તરવહીના મૂલ્યાંકન હેતુ નિયુકત કરેલ પરીક્ષકશ્રીઓના નિવાસસ્થાને ઉત્તરવહીના મૂલ્યાંકન માટે આપવામાં આવતી કામગીરીમાં રોકાયેલ પરીક્ષકશ્રીઓને યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરી શકે તે હેતુથી કોલેજના કાર્યને ધ્યાને લઈ પોતાની ફરજના સમય દરમ્યાન ત્રણ કલાક જવા દેવાની સંબંધિત કોલેજના આચાર્યશ્રીએ પરવાનગી આપવાની રહેશે. આ અંગે સંબંધિત પરીક્ષકશ્રીઓએ યુનિવર્સિટી દ્વારા અપાયેલ નિમણુંક પત્ર આચાર્યશ્રી સમક્ષ રજુ કરી પરવાનગી મેળવવાની રહેશે. તેમજ મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થયે તે અંગેની જાણ આચાર્યશ્રીને કરવાની રહેશે.
સદરહુ નિર્ણયની આચાર્યશ્રીઓએ નોંધ લેવી, તેમજ કોલેજ/સંસ્થામાં ફરજો બજાવતા સર્વે સંબંધિત પ્રાધ્યાપકશ્રીઓને આ અંગેની જાણ કરવા સૂચના આપવામાં આવે છે.
Ashala
12-3-2020
( એચ. પી. ઝાલા )
કુલસચિવ
પ્રતિ,
યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજના આચાર્યશ્રી તરફ (૨ નકલ )
નકલ રવાના : —
(૧) પી.એસ. ટુ વી.સી.
(૨) પી. એ. ટુ રજીસ્ટ્રાર.