Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ભાસ્કરાચાર્ય (બિજગણિતના માસ્ટર માઇન્ડ)

ઇ.સ. ૧૧૧૪ થી ૧૧૮૩ – મહારાષ્ટ્ર, જલગાંવ પાસેના ગામમાં જન્મેલા આ માણસે બિજગણિતના પાયાના સિધ્ધાંતો ભિભાવતી, બિજગણિતમ નામના ગ્રંથોમાં સૂત્રબધ્ધ કર્યા છે. સિધ્ધાન્ત શિરોમળી નામના ગ્રંથમાં ગ્રહોની સ્થિતી અને સૂર્ય તથા ચંદ્રગ્રહણ ની સમય ગણત્રિ કરવાની થિયરી તેમજ ખગોળશાસ્ત્રમાં કામ લાગે તેવા સાધનોની ટેક્નીકલ માહિતી આપેલ છે. સૂર્ય સિધ્ધાંત નામના ગ્રંથમાં સર આઇઝેક ન્યુટનથીયે ૫૦૦ વર્ષ પહેલા ગુરુત્વાકર્ષણ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેના પુસ્તકોથી પ્રભાવિત થયેલા યુરોપ અને પર્સિયન વિદ્યાર્થીઓએ આ પુસ્તક પર રિસર્ચ કરેલું છે.

આચાર્ય કણાદ ( અણુવિજ્ઞાનની થિયરી ) Pioneer expounder of realism, law of causation and the atomic theory

ઇ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ, દ્વારકા પાસે પ્રભાસ ક્ષેત્ર, ગુજરાતમાં જન્મેલા આ માણસે વૈશેસિક દર્શન નામના ગ્રંથમાં બ્રહ્માંડના દરેક પદાર્થોનું વર્ગિકરણ કરીને એક થિયરી આપી છે.

ઘણું જ રસપ્રદ છે. નવ (૯) પ્રકારનાં વર્ગિકરણ કેવાં છે ? પૃથ્વી, જળ, પ્રકાશ, પવન, ઇથર (ether), સમય, આકાશ, મન અને ચૈતન્ય. આ વર્ગિકરણ કેવું અજીબ લાગે છે ! પણ એક વાત યાદ અપાવું કે આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવિટી અને E=mc^2 ના આધાર પર સમય એક ચોથું પરિમાણ ( Fourth dimesion ) છે તેવું વૈજ્ઞાનીકોનું શંસોધન ચાલું છે. મેટર અને એન્ટીમેટર ( બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડ) ની થિયરી ઉપર પણ શંસોધન ચાલું છે.

નાગાર્જુન રસાયણ શાસ્ત્રનો કિમીયાગર :

ઇ.સ. ૧૦૦, મધ્યપ્રદેશના બાળુકા નામના ગામડામાં જન્મેલો આ માણસ રસાયણ શાસ્ત્રનો કિમીયાગર હતો. નાલંદા વિદ્યાપીઠ તે જમાનામા વિશ્વવિદ્યાલયની ગણત્રીમાં આવતું. નાગાર્જુન આ વિદ્યાલયનો પ્રમુખ આચાર્ય હતો. રસ રત્નાકર, રસ રુદ્રય, રસન્દ્ર મંગલ આ ગ્રંથો બધાજ કેમેસ્ટ્રીના છે. નાગાર્જુન અન્ય ધાતુ માથી સોનામાં પરિવર્તન કરવાની થિયરીમાં સફળ થયો હતો. યોગ સાગર, આરોગ્ય મંજરી નામના પુસ્તકો આયુર્વેદ ઉપરના છે.

વૈદિક સાહિત્યનો એ એક મહાન આચાર્ય છે. અગિયારમા શતકના પ્રથમ ભાગમાં આ દેશમાં રહી જનાર એલ્બેરૂની નાગાર્જુન માટે નીચે પ્રમાણે લખે છે: “રસવિદ્યાના નાગાર્જુન નામના એક પ્રખ્યાત આચાર્ય હતા, જે સોમનાથ પાસે દૈહકમાં રહેતા હતા. એ રસવિદ્યામાં પ્રવીણ હતા અને એમણે એ વિષયનો એક ગ્રંથ લખ્યો છે. અમારા વખત પહેલાં ૧૦૦ વર્ષ ઉપર એ થઈ ગયા છે.”

જો એલ્બેરૂનીનું કહેવું ખરું હોય તો નવમા શતકના અંતમાં અને દશમા શતકના પ્રથમ ભાગમાં ગુજરાતમાં એક નાગાર્જુન થઈ ગયા હોવા જોઈએ.

આચાર્ય ચરક : Father of Medicine –

ઇ.સ. પૂર્વે ૬૦૦, ચરક સંહિતા નામનો તેમનો ગ્રંથ આયુર્વેદનો એન્સાઇક્લોપીડીયા છે. રોગ નિદાનની પરફેક્ટ થિયરી, human anatomy, embryology, pharmacology, blood circulation and their related diseases. જ્યારે યુરોપનું વિજ્ઞાન ડબલ થિયરીને લીધે સંભ્રમમાં હતું ત્યારે આચાર્ય ચરકના સિધ્ધાંતોમાં તેનો ઉકેલ મળ્યો. ચરક સંહિતા માં એક લાખ આયુર્વેદિક ઔષધિઓનું વર્ણન છે.

ભિષગ્રાજ શાલિહોત્ર :

પ્રાણીશાસ્ત્રનો મહાન ચિકિત્સક અને આ ગ્રંથનો મહાન રચયિતા ઇ.સ. ... શાલિહોત્રે “શાલિહોત્ર” સંહિતા નામે પ્રાણી ચિકિત્સાસંહિતા રચી.

2