Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પરિપત્ર :-

આથી આ યુનિવર્સિટી સંલગ્ન વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રીઓ, કાયદા,
વિનયન અને વાણિજ્ય ભવનના વડાઓને સવિનય જણાવાનું કે આ યુનિવર્સિટી નો પરિપત્ર નં
પરીક્ષા/૫/’૯૧ અને તા. ૫-૯-૧૯૯૧નો "પરિપત્ર જે પુનઃ બહાર પાડતા જણાવાનું કે એક્સટર્નલ
પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ અર્થે કોલેજ કે ભવન/કેન્દ્રમાં જોડાય ત્યારે તથા આ
યુનિવર્સિટી થી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ માટે માઈગ્રેશન મેળવવા અરજી કરતી વખતે તેમની પાસેથી
ટ્રાન્સફર પ્રમાણપત્ર માંગવામાં આવે છે. પરંતુ એક્સટર્નલ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર
પ્રમાણપત્ર આપવાની જોગવાઈ નથી. આથી આ યુનિવર્સિટીનાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની
સંલગ્ન કોલેજ કે ભવન/અનુસ્નાતક કેન્દ્રોમાં પ્રવેશ માટે અરજી કરે ત્યારે તેઓએ ટ્રાન્સફર પ્રમાણપત્ર
રજુ કરવાનું રહેતું નથી. પરંતુ પત્રકમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે તેમણે પરીક્ષા પાસ કરી છે તેની
ખરાઈ કરી ટ્રાન્સફર પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવાની રહે છે.

પરીક્ષા નિયામક

નં. પરીક્ષા/૬૨ /એક્સ્ટર્નલ/૨૦૧૬

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલય,

યુનિવર્સિટી કેમ્પસ

યુનિવર્સિટી રોડ,

રાજકોટ. ૩૬૦૦૦૫

તા. ૨૮/૦૬/૨૦૧૬

પ્રતિ,

  1. (૧) તમામ સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તરફ . . .
  2. (૨) તમામ ભવનોના વડાઓ તથા અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર તેમજ ઇન્ચાર્જશ્રીઓ તરફ . . .

નકલ રવાના :-

  1. (૧) કુલપતિશ્રી નાં અંગત સચિવશ્રી સૌ.યુનિ. રાજકોટ.
  2. (૨) કુલસચિવ નાં અંગત સચિવશ્રી સૌ.યુનિ. રાજકોટ.
  3. (૩) એકેડેમિક ઓફિસરના અંગત સચિવશ્રી સૌ.યુનિ. રાજકોટ.
  4. (૪) તમામ વિભાગ નાં વડાઓ તરફ.