Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
ક્રમાંક:રાપબો/NMMS/૨૦૧૯/૭૨૨૮-૯૩૦૮
રાજય પરીક્ષા બોર્ડ,
સરકારી પુસ્તકાલય સામે,
સેકરટર-૨૧, ગાંધીનગર
તા:૦૫/૧૦/૨૦૧૯
નોટીસ
વિષય:- નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના આવેદનપત્રો ભરાવવા માટેનો સમયગાળો લંબાવવા બાબત
સંદર્ભ:- અત્રેની કચેરીના તા.૦૪/૦૯/૨૦૧૯ના જાહેરનામા ક્રમાંક:રાપબો/NMMS/૨૦૧૯/૫૨૮૨-૫૪૧૨
ઉપરોકત વિષય તથા સંદર્ભ દર્શિત જાહેરનામાથી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS)
પરીક્ષા-૨૦૧૯ માટેના લાભાર્થી વિધાર્થીઓની પસંદગી કરવા માટેના આવેદનપત્રો
www.seb.exam.org
વેબસાઇટ પર તા.૧૦/૦૯/૨૦૧૯ થી તા.૧૦/૧૦/૨૦૧૯ દરમિયાન ઓનલાઇન ભરવાના ચાલુ છે. જેમાં નીચે
મુજબની વિગતે આવેદનપત્રો અને ફી ભરવાનો સમયગાળો લંબાવવામાં આવે છે.
હવે આ આવેદનપત્રો તા.૧૬/૧૦/૨૦૧૯ સુધી અને ફી તા.૧૭/૧૦/૨૦૧૯ સુધી ભરી શકાશે. આ પરીક્ષા
અંગેની અન્ય વિગતો ઉકત સંદર્ભ અનુસાર જાહેરનામા મુજબ યથાવત રહેશે.
* પરીક્ષાનો કાર્યક્રમ:
| ક્રમ | વિગત | તારીખ |
|---|---|---|
| ૧ | જાહેરનામું બહાર પાડ્યાની તારીખ | ૦૫/૦૯/૨૦૧૯ |
| ૨ | www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો | ૧૦/૦૯/૨૦૧૯ થી ૧૬/૧૦/૨૦૧૯ |
| ૩ | ઓનલાઇન તથા પોસ્ટ દ્વારા પરીક્ષા માટેની ફી ભરવાનો સમયગાળો | ૧૦/૦૯/૨૦૧૯ થી ૧૭/૧૦/૨૦૧૯ |
| ૪ |
શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/
શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ |
૨૧/૧૦/૨૦૧૯ |
| ૫ |
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા
આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રુવ કરવાની તથા આવેદનપત્રો DPEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ |
૨૫/૧૦/૨૦૧૯ |
| ૬ |
DPEO કચેરી દ્વારા તાલુકામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી
રા.પ.બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ |
૩૦/૧૦/૨૦૧૯ |
| ૭ | પરીક્ષા તારીખ | ૨૨/૧૨/૨૦૧૯ |
સ્થળ: ગાંધીનગર
તારીખ:૦૫/૧૦/૨૦૧૯
સચિવ
રાજય પરીક્ષા બોર્ડ
ગાંધીનગર
* નકલ રવાના અમલાર્થે
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, (તમામ)
(P.T.O)
Scanned by CamScanner