Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

3.5.2 ઉપલબ્ધ પાણીની માત્રા મર્યાદિત છે પરંતુ વધતી જતી વસતી, ઝડપી શહેરીકરણ, ઝડપી ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના કારણે તેની માંગ ઝડપથી વધી રહી છે. તેથી, વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપલબ્ધ પાણીમાં વધારો કરવો જોઈએ. વરસાદના પાણીનો સીધો ઉપયોગ, ખારાશ દૂર કરવી, ધ્યાન બહારનું બાષ્પીભવન- બાષ્પોત્સર્જનનું નિવારણ જેવી નવી વધારાની વ્યૂહરચનાઓથી ઉપયોગમાં લઈ શકાય તેવા જળસ્ત્રોતોના પાણીમાં વધારો થઈ શકે.

3.5.3. રાજ્યના ભૂગર્ભજળસ્ત્રોતો (ફરી ભરી શકાય તેમજ ફરી ન ભરી શકાય તેવા) ના પાણીના જથ્થા તેમજ ગુણવત્તા ને જાણવા માટે જળક્ષેત્રોના નક્શાઓ તૈયાર કરવા જરૂરી છે. આ પ્રક્રિયામાં સ્થાનિક સમુદાયની સંપૂર્ણ ભાગીદારી હોવી જોઈએ. આને સમયાંતરે અદ્યતન કરવું જોઈએ.

3.5.4 પાણીના ઉપયોગની સુધારેલ તક્નીકી, પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરીને, સમુદાય આધારિત જળક્ષેત્રોના વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરીને પાણીના વધુ પડતા ખેંચાણને કારણે નીચી જતી ભૂગર્ભજળ સપાટી અટકાવવી જોઈએ. વધુમાં, જ્યાં જરૂર હોય ત્યાં, કૃત્રિમ પુનઃ પ્રભરણ યોજના હાથ પર લેવી જોઈએ કે જેથી પુનઃ પ્રભરણ કરતાં ખેંચાણ ઓછું થાય. આ થવાથી ભૂગર્ભસ્તરો દ્વારા ભૂગર્ભજળનો પ્રવાહ સપાટી જળને મળે અને પર્યાવરણ સચવાય.

3.5.5 આંતર નદી પરિસરોમાં પાણીની તબદીલી ફક્ત ઉત્પાદન વધારવા માટે નથી, પરંતુ તે માનવ જીવનની પાયાની જરૂરિયાત માટે અને સમાનતા તેમજ સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે પણ છે. આંતર નદી પરિસરોમાં પાણીની તબદીલી દરેક કિસ્સાઓમાં પર્યાવરણીય, આર્થિક, અને સામાજિક અસરોનું મૂલ્યાંકન કરીને ગુણવત્તાના આધારે થવી જોઈએ.

3.5.6 સંકલિત વોટરશેડના વિકાસની પ્રવૃત્તિઓ ભૂગર્ભજળનાં પરિપ્રેક્ષ્યો સહિત વ્યાપક પ્રમાણમાં જમીનનો ભેજ વધારવા, ઘસડાવાની માત્રા ઘટાડવા, અને જમીન તેમજ પાણીની સમગ્રતયા ઉત્પાદકતા વધારવા માટે થવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, ખેડૂતો દ્વારા ખેત તલાવડી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ અને અન્ય જમીન અને પાણી સંરક્ષણના ઉપાયો હયાત કાર્યક્રમો જેવાકે મનરેગા મારફતે કરવા જોઈએ.

3.6 આબોહવા પરિવર્તન અનુકૂલન

3.6.1 આબોહવા પરિવર્તનને લીધે જળસ્ત્રોતોની વધઘટમાં વધારો થવા સંભવ છે અને જે માનવ આરોગ્ય અને આજીવિકાને અસરકર્તા થઈ શકે છે. આબોહવા પરિવર્તનના શમન માટે સમુદાયની ક્ષમતાઓ વધારવા અને આબોહવા સ્થિતિસ્થાપક ટેકનોલોજીના વિકલ્પો અપનાવવા પાયાના સ્તરે ખાસ પ્રોત્સાહન આપવામાં આવે.

3.6.2 આબોહવા પરિવર્તનના કારણે પાણી ઉપલબ્ધિમાં થતા ફેરફારથી વધારો થવા અનુમાન છે અને તેથી તે માટેના આગોતરા ઉપાયો તરીકે વિવિધરૂપે પાણીની સંગ્રહક્ષમતા વધારવી, જેવા કે જમીનની ભેજ સંગ્રહશક્તિ વધારવી, તળાવો, ભૂગર્ભજળ, નાનાં અને મોટાં તળાવોમાં પાણી સંગ્રહ અને જળાશયોમાં પરંપરાગત પધ્ધતિ દ્વારા વધુ પાણીના સંગ્રહની કાર્યવાહી થવી જોઈએ.

9