Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

National Initiative for School Heads & Teachers Holistic Advancement (NISHTHA):

હેતુ: શાળાના શિક્ષકો નિષ્ઠા શિક્ષક તાલીમ દ્વારા નવતર પ્રવાહોથી અવગત થાય અને તેનો વર્ગખંડમાં ઉપયોગ કરે.

  • શાળા કક્ષાએ નિષ્ઠા શિક્ષક તાલીમ મેળવનાર શિક્ષકો તાલીમ મેળવેલ વિષયોના સંદર્ભે વર્ગખંડમાં કાર્ય કરે તેવું આયોજન કરવું.
  • નિષ્ઠા કે.આર.પી / શિક્ષક તાલીમ મેળવનાર શિક્ષકોના તાલીમ દરમિયાનના અનુભવો અને તેનો વર્ગખંડમાં કઇ રીતે ઉપયોગ થઈ શકે તે સંબંધી બાબતોનું શેરીંગ થાય તેવું આયોજન કરવું.

શિક્ષકો માટેની 'NISHTHA' તાલીમ પેકેજમાં સમાવિષ્ટ

(૧) અભ્યાસક્રમ, અધ્યેતાકેન્દ્રી અધ્યાપન, અધ્યયન નિષ્પત્તીઓ અને સમાવેશી શિક્ષણ, (૨) વૈયક્તિક-સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વસ્થ શાળાભાવાવરણનું નિર્માણ, (૩) કલા સંકલિત શિક્ષણ, (૪) શાળા આધારિત મૂલ્યાંકન, (૫) શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી, (૬) અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં આઇ.સી.ટી.નું મહત્વ, (૭) શાળા શિક્ષણમાં પહેલ, (૮) પર્યાવરણ અભ્યાસનું અધ્યાપનશાસ્ત્ર, (૯) ગણિતનું અધ્યાપનશાસ્ત્ર, (૧૦) ભાષાશિક્ષણનું અધ્યાપનશાસ્ત્ર, (૧૧) વિજ્ઞાનનું અધ્યાપનશાસ્ત્ર, (૧૨) સામાજિક વિજ્ઞાનનું અધ્યાપનશાસ્ત્ર

આચાર્યોની 'NISHTHA' School Leadership તાલીમ પેકેજમાં સમાવિષ્ટ

(૧) શાળાના નેતૃત્વ: સંકલ્પનાઓ અને અમલીકરણ, (૨) પૂર્વ શાળા શિક્ષણ, (૩) શાળાઓમાં પૂર્વ વ્યવસાયીક શિક્ષણ, (૪) અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયામાં જાતિગત પરિણામોની પ્રસ્તુતતા/હાજરી, (૫) શાળા શિક્ષણમાં પહેલ

સત્રાંત / વાર્ષિક પરીક્ષા:

હેતુ: વિદ્યાર્થીઓ શું શીખ્યા અને કેટલું શીખ્યા તે જાણી શકાય તે માટે પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે સત્રાંત તથા વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

  • પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે સત્રાંત તથા વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષાના સમયપત્ર મુજબ પરીક્ષાનું ગાંભીર્ય અને ગુપ્તતા જળવાય તે માટે તમામ શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓને પરીક્ષાલક્ષી વાતાવરણ ઉભુ થાય તે ઉત્તરવહીઓની સોંપણી પરીક્ષા પૂર્ણ થયે તે દિવસે અથવા મોડામાં મોડા બીજા દિવસે સબંધિત મૂલ્યાંકનકારને પહોંચે તે માટે પગાર કેન્દ્ર શાળામાં આપવાની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહે.
  • પરીક્ષાની જવાબવહીઓનું ૧૦૦% બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું હોય જે તે શાળાના શિક્ષકના બદલે અન્ય શાળાના તે ધોરણ/વિષય ભણાવતા શિક્ષક દ્વારા શિક્ષકને લેખિત હુકમ મુજબ મૂલ્યાંકનની કામગીરી સોંપવાની રહે.
  • ઉત્તરવહીઓની ચકાસણી કરનાર મૂલ્યાંકનકારે ઉત્તરવહી મળેથી વધુમાં વધુ પાંચ દિવસમાં ઉત્તરવહીઓની યોગ્ય અને પારદર્શી રીતે ચકાસણી કરી સબંધિત શાળાના મુખ્ય શિક્ષકને પહોંચાડી દેવાની રહે.
  • સમય મર્યાદામાં ઉત્તરવહીઓની ચકાસણી થાય.

મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ ૯ | Page