Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
ક્રાઇમબ્રાન્ચ :
મિત્તલ ડો/ઓ વિજયભાઇ કરકર (ઉ.વ.૧૮)(રહે,સૌરાષ્ટ્ર કેળવણી મંડળ એઇસી રોડ,
નારણપુરા) એ ક્રાઇમબ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૧૭ સવારના ૮/૩૦ વાગ્યાનાં
સુમારે આરોપી રાહુલ શર્મા એ મિત્તલબેનને ફોન કરી પોતાની ઓળખ SBI બેંકના મેનેજર તરીકે આપી,
મિત્તલબેનનાં ATM કાર્ડ તથા PIN નંબરની વિગત જાણી લઇ, તેમનાં ખાતામાંથી કુલ રૂપીયા
૬૦,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્જેકશન કરી લઇ, મિત્તલબેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ
ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એલ” ડિવીઝન નાઓ ચલાવે છે.
ઘરફોડ ચોરી :-
સમાચાર યાદી નં.૧૫૮૩/૧૭
મેઘાણીનગર :
હેઇલેશભાઇ મુકેશભાઇ સોની (રહે,ગુ.હા.બોર્ડ નાં મકાન, મેઘાણીનગર) એ મેઘાણીનગર
પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૧૭ રાતના ૧૧/૩૦ થી તા.૦૪/૦૮/૧૭ ના
કલાક ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન ઘર નજીક આવેલ પોતાની પ્રેમ ઇલેકટ્રીક વર્ક્સ નામની દુકાનનું તાળુ
તોડી, અજાણી વ્યક્તિ દુકાનમા પ્રવેશ કરી, ડ્રોવરમાં મુકેલા રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી કરી લઇ
ગઇ છે. આ ગુનાની તપાસ પોસ.ઈ.શ્રી કે.પી.તરેટીયા ચલાવે છે.
નજર ચુકવી ચોરી :-
સમાચાર યાદી નં.૧૫૮૪/૧૭
નિકોલ :
કિર્તિલાલ બાલચં દભાઇ શાહ (રહે,નાકોડા પાર્ક, મહાસુખનગરની પાછળ પ્રિયા ટોકીઝની પાસે,
કૃષ્ણનગર) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૮/૧૭ ના કલાક ૧૨/૩૦
વાગ્યાના સુમારે નિકોલ-નરોડા રોડ, બાલાજી રેસીડન્સીના શોપીંગ સેન્ટરમાં દુકાન નં૯ માં આવેલ
પોતાની રત્નકલા જ્વેલર્સ નામની દુકાનમાં બે અજાણ્યા ઇસમો (૩૫ થી ૪૦ વર્ષના આશરાના)
ભેગામળી દુકાનનાં કાઉન્ટર ઉપર મુકેલ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરેલ સોનાની અલગ-અલગ
ડીઝાઇનની તથા વજનની સોનાની નવ (૯) ચેઇન કુલ કિંમત રૂપિયા ૪,૮૦,૦૦૦/- કિર્તીલાલની નજર
ચુકવી ચોરી કરી લઇ ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.સી.છત્રાલીયા ચલાવે છે.
વાહન ચોરી :-
સમાચાર યાદી નં.૧૫૮૫/૧૭
સેટેલાઇટ :
મુકેશભાઇ અંબાલાલ પટેલ (રહે, ભાવના એપાર્ટમેંટ નારાયણનગર પાલડી) એ સેટેલાઇટ
પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૮/૧૭ ના કલાક ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે
કર્ણાવતી કલબના ગેટ નં.-૦૨ ની પાસે સર્વિસ રોડ ઉપર પોતાની મારૂતી વેગનઆર કાર નંબર
જીજે.૦૧.એચ.એફ.૩૪૯૫ કિંમત રૂપીયા ૧,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જેની કોઇ અજાણી વ્યક્તિ
સાંજનાં ૭/૪૫ વાગ્યા દરમ્યાન ચોરી કરી ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.ઝાલા
ચલાવે છે.
2