Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesશિષ્ટ સાહિત્યને વરેલી પત્રિકાઓ જન્મ લઈને પાંગરવી જોઈએ. 'શ્રીરંગ', 'પ્રસ્થાન', 'ઋચિ' અને 'સંસ્કૃતિ' જેવાં માસિકો આપણી નજર સમક્ષ લુપ્ત થઈ ગયાં એ આપણી કરુણાંતિકા! 'બુદ્ધિપ્રકાશ', 'કુમાર' અને 'અખંડ આનંદ'નું સંવનન જરૂરી છે. રમણ પાઠક (વાચસ્પતિ) અને ગુણવંત શાહ જેવા મનીષી ગુજરાતી ભાષાના સંવર્ધનકાર્યમાં સમગ્રપણે સમર્પિત થઈ જાય એ ઇચ્છનીય. નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને દયારામ પુનર્જન્મ લે-એકવીસમી સદીના પરિપ્રેક્ષ્યમાં. મેઘાણી, ઉમાશંકર અને સુંદરમને આપણે આત્મસાત્ કરવાના છે.
સમગ્ર રાજ્ય માટે, ગુજરાતી ભાષાને સમર્પિત એક ભાષા-વિદ્યાપીઠની રચના ખૂબ જરૂરી. રાજ્યની દરેક યુનિવર્સિટીમાં એક ગુજરાતી ભાષાભવન આકાર લેવું જોઈએ. પ્રત્યેક કોલેજમાં ગુજરાતી ભાષાના પ્રોફેસરની જગ્યાઓ વણપુરાયેલી ન હોવી જોઈએ. આંતરકોલેજ આદાનપ્રદાન અગત્યનો ભાગ ભજવી શકે. 'કચ્છ અને કામરેજ', 'બોટાદ' અને 'બીલીમોરા', આવાં ઝુમખાં તાદૃશ્ય થાય એ જરૂરી.
કચ્છી, ભીલી, ડાંગી અને રાજ્યની પૂર્વપટ્ટી કે કાંઠા વિભાગમાં વસતી પ્રજાની બોલીમાં ખૂબ વૈવિધ્ય રહેલું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સીમાડે વસતી પ્રજાની બોલીમાંથી આપણને ઘણું મળી શકે અને રાજ્યના મુખ્ય પ્રવાહમાં તેને સમાવી શકાય. એમનાં લોકકાવ્યો, લોકકથાઓ, ઉખાણા આપણને ફળદાયી નિવડી શકે. આ વિસ્તારના રીતરિવાજ, રહેણીકરણી, લગ્નગીત અને બોલીને ગ્રંથસ્થ કરી શકાય.
સાર્થ જોડણી કોશની આવૃત્તિને ચાર દાયકા થયાં. કે.કા.શાસ્ત્રી કૃત બૃહદ્ ગુજરાતી કોશને પણ ત્રણ દાયકા થયાં, નિરંતર કાર્યરત હોય એવા 'ગુજરાતીભાષા કોશ નિર્માણ મંડળ'ની તાતી જરૂરિયાત છે. 'ભાષાકોશ'ના સંવર્ધન માટે ખાનદેશી, મરાઠી, મેવાડી, રાજસ્થાની, સિંધી, હિન્દી અને અંગ્રેજીમાંથી જે તત્સમ-તદ્ભવ શબ્દો વ્યવહારમાં આવતાજતા હોય તેનો આવકાર કરવો ઘટે અને અપનાવવા પડે. ઉત્કલી, તામિલ, તેલગુ વગેરે ભાષાના લોકો ગુજરાતમાં વસવા માંડ્યા છે, એમના શબ્દોનો પણ આશ્લેષ ઘટે. સંસ્કૃત ભાષા આપણી જનની. તેમાંથી પણ શબ્દો અપનાવી ગુજરાતી ભાષાને સંવર્ધિત કરી શકાય. 'સંસ્કૃત-ગુજરાતી', 'અંગ્રેજી-ગુજરાતી', 'હિન્દી-ગુજરાતી' જેવા દ્વિભાષીય કોશોની રચના, સમાનાર્થી શબ્દકોશ અને 'અમરકોશ' જેવા વર્ગીકૃત જ્ઞાનકોશની રચના અત્યારના સંદર્ભમાં ફિલસૂફી અને વિજ્ઞાન, જીવવિદ્યા અને વનસ્પતિશાસ્ત્ર, તેમજ તબીબી અને ગણિતકી વગેરે ક્ષેત્રના અલગ અલગ પારિભાષિક કોશની રચનાનું કાર્ય થવું જોઈએ.
ભાષા અને લિપિ બંનેય પ્રવહમાન છે. કશુંય ત્યાજ્ય નથી. રાવત લિપિ, મેઘાણી લિપિ કે પાઠક સંશોધિત